સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રના વિરોધમાં સુરત વકીલ મંડળના નેજા હેઠળ 2000થી વધુ વકીલોએ વિરોધ પ્રદર્શન કરીને કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે.
વકીલોની મુખ્ય રજૂઆત છે કે પહેલા કોર્ટ કામકાજમાં લીગલ પેપર અને જરૂરિયાત મુજબના ફોન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે હાઇકોર્ટ દ્વારા ફરજિયાત A4 સાઇઝના પેપર અને સ્પેસિફિક (ચોક્કસ) ફોન્ટ સાઇઝ વાપરવાનો નિયમ બનાવતાં દસ્તાવેજો તૈયાર કરવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ અંગે અગાઉ પરિપત્ર રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ સકારાત્મક નિર્ણય ન આવતાં આખરે વકીલોને આજે અને આવતીકાલે બે દિવસીય હડતાલ પાડીને કોર્ટનું કામકાજ ઠપ કરવાની ફરજ પડી છે.




