Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈમાં તબેલાના દૂધમાં 1 લિટરે રૂ.9નો વધારો

93 રૂપિયે પ્રતિ લિટરે મળતું દૂધ હવે રૂ.102 ના ભાવથી મળશે, રસોડાના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો

dharmendravaghela by dharmendravaghela
2026-09-01 11:31:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મુંબઈમાં તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ નાગરિકોના રસોડાના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. 1 સપ્ટેમ્બર 2026 થી મુંબઈમાં તબેલાના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 9 નો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારા બાદ રૂ. 93 પ્રતિ લિટરે મળતું દૂધ હવે રૂ. 102 પ્રતિ લિટર મળશે. આ નવી કિંમતો 1 સપ્ટેમ્બર 2026 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી અમલમાં રહેશે. તહેવારો દરમિયાન ઘરોમાં દૂધનો વપરાશ વધે છે, ત્યારે રોજિંદા દૂધ ખરીદતા હજારો પરિવારો માટે આ વધારો આર્થિક બોજ સમાન સાબિત થશે.
દૂધ ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ડેરી કારોબારમાં પડતર કિંમત સતત વધી રહી છે. અનાજ, તવેર, ચણાની દાળ અને પશુ આહારની કિંમતમાં 25% સુધીનો વધારો થતાં ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. આ ઉપરાંત પશુઓની ખરીદી ખર્ચ, ખલી અને અન્ય જરૂરી સાધનો પણ મોંઘા થયા છે. જૂના ભાવે દૂધ વેચવું આર્થિક રીતે અત્યંત મુશ્કેલ બની ગયું હોવાથી ઉત્પાદકોએ સર્વસંમતિથી ભાવવધારાનો નિર્ણય લેવો પડ્યો છે.
રાજ્યભરમાં 1.6 લાખ લિટર ભેળસેળ વાળુ દૂધ જપ્તબીજી તરફ, દૂધમાં થતી ભેળસેળ અને બનાવટી (સિંથેટિક) દૂધના નેટવર્ક સામે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ મોટા પાયે ઝુંબેશ શરૂ કરી છે. FDA કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વમાં દૂધ કલેક્શન સેન્ટરો, ચિલિંગ પ્લાન્ટ્સ અને સ્થાનિક સપ્લાયર્સ પર ત્રાટકીને 1.6 લાખ લિટરથી વધુ ભેળસેળ દૂધ અને આશરે રૂ. 50 કરોડની કિંમતનો અસુરક્ષિત ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન એવી ગેરકાયદેસર યુનિટ્સ પકડાયું છે. જ્યાં સ્કિમ્ડ મિલ્ક પાવડર, પાણી, ઇમલ્સિફાયર, કાસ્ટિક સોડા અને ઔદ્યોગિક કેમિકલ્સનો ઉપયોગ કરીને ઝેરી સિંથેટિક દૂધ બનાવવામાં આવતું હતું. આ કેસમાં અનેક પ્રોડક્શન યુનિટ્સ સીલ કરીને FIR દાખલ કરવામાં આવી છે અને આરોપીઓની અટકાયત કરાઈ છે. મહારાષ્ટ્રમાં બિન-ડેરી ઉત્પાદનોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની સાથે FDA હવે દૂધ પુરવઠાની ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ પણ શરૂ કરી રહ્યું છે, જેથી પુરવઠામાં થતી ગેરરીતિઓ અટકાવી શકાય.
———————-

Tags: milk rate in mumbai tabela
Previous Post

પટનામાં દારૂ પીધા બાદ ચાર મિત્રોના મોત

Next Post

9 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં 9.50નો વધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
9 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં 9.50નો વધારો

9 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં 9.50નો વધારો

મોદી અને પુતિન વચ્ચે બેઠક: યુક્રેન યુદ્ધના અંત માટે શાંતિની અપીલ

મોદી અને પુતિન વચ્ચે બેઠક: યુક્રેન યુદ્ધના અંત માટે શાંતિની અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.