Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિદેશી પર્યટકોની પહેલી પસંદ બન્યું હિમાચલ પ્રદેશ

છેલ્લા 3 વર્ષમાં 2.64 લાખ પર્યટકો આવ્યા, બ્રિટનથી સૌથી વધુ પ્રવાસી પહોંચ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-09-07 12:26:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશની લીલીછમ ખીણો દેશની જ નહીં, પરંતુ બ્રિટન, અમેરિકા અને યૂરોપના પ્રવાસીઓની પસંદ બની રહી છે. હિમાચલ પ્રદેશમાં આવતા વિદેશી પર્યટકોના આંકડા તેની તસવીર રજૂ કરી રહ્યા છે. પર્યટન તેમજ નાગરિક ઉડ્યન વિભાગના અનુસાર છેલ્લા 3 વર્ષ અને 2026માં એક ઓગસ્ટ સુધી પ્રદેશમાં કુલ 7,59,05,479 પર્યટકોનું આગમન નોંધાયું છે. આમાં 2,64,824 વિદેશી પર્યટક સામેલ છે.
વિદેશી પર્યટકોના મામલે બ્રિટન સૌથી આગળ છે. તે સમયગાળામાં બ્રિટનથી 49,029 પ્રવાસીઓ હિમાચલ પહોંચ્યા. ત્યારબાદ અમેરિકાથી 26,207 અને ઓસ્ટ્રોલિયાથી 15,226 પર્યટક આવ્યા. જર્મનીથી 9,283, ફ્રાંસથી 8,417 અને કેનેડાથી 7,323 પર્યટકોનું આગમન થયું. આનાથી એ સ્પષ્ટ થાય છે કે હવે હિમાચલ વિદેશી પર્યટકો માટે ફક્ત પ્રાકૃતિક પર્યટન સ્થળ જ નહીં પરંતુ જુની યાદો અને પારિવારિક ઇતિહાસ સાથે જોડાયેલું સ્થળ પણ બની રહ્યું છે.
બ્રિટનથી આવતા કેટલાક પ્રવાસીઓ માટે હિમાચલનો સંબંધ માત્ર પર્વતોની સુંદરતા પૂરતો મર્યાદિત નથી. શિમલા, ડેલહાઉસી અને પ્રદેશના અન્ય જૂના પ્રવાસન સ્થળો સાથે બ્રિટિશ કાળની ઘણી યાદો જોડાયેલી છે. આ સ્થિતિમાં કેટલાક વિદેશી પ્રવાસીઓ તેમના પૂર્વજો સાથે જોડાયેલા સ્થળો, જૂની ઇમારતો અને તે ક્ષેત્રોને જોવા માટે પણ હિમાચલ તરફ વળે છે, જ્યાં તેમના પરિવારના સભ્યો ક્યારેક રહ્યા કે કામ કરી ચૂક્યા છે.
પ્રવાસન વિભાગના આંકડા જણાવે છે કે હિમાચલનું આકર્ષણ અલગ-અલગ દેશોના પ્રવાસીઓમાં બનેલું છે. કુદરતી સૌંદર્ય સાથે પ્રદેશની સાંસ્કૃતિક અને સંસ્થાનવાદી (Colonialist) વારસો વિદેશી પ્રવાસીઓને અહીં આવવા માટે આકર્ષિત કરે છે.

Tags: foreign touristhimachal pradesh
Previous Post

મિયામી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેન બેકાબુ

Next Post

લંડન જતી ફ્લાઈટનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ 270 મુસાફરનો આબાદ બચાવ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
લંડન જતી ફ્લાઈટનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ 270 મુસાફરનો આબાદ બચાવ

લંડન જતી ફ્લાઈટનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ 270 મુસાફરનો આબાદ બચાવ

પેરિસમાં BAPSના કાર્યક્રમ બાદ વિવાદમહિલા સ્ટાફને હટાવાતા થયેલો વિરોધ

પેરિસમાં BAPSના કાર્યક્રમ બાદ વિવાદમહિલા સ્ટાફને હટાવાતા થયેલો વિરોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.