Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે દેશભક્તિનો માહોલ

‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાથી ગૂંજ્યું વડોદરા, પીએમના હસ્તે રૂ.35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ મળશે

dharmendravaghela by dharmendravaghela
2026-09-08 13:24:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઉરી સર્જિકલ સ્ટ્રાઇકની થીમ આધારિત નાટક અને નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી. કલાકારોએ પોતાના અભિનય અને નૃત્ય દ્વારા દેશભક્તિનો સંદેશ આપતા ઉપસ્થિત લોકોમાં જોશ અને જોમ ભરાયો હતો.
નાટક અને નૃત્યની રજૂઆત દરમિયાન કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના ગીતો અને રજૂઆતો વચ્ચે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.રજૂઆત દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા લગાવવામાં આવ્યા હતા. નારાઓથી સમગ્ર કાર્યક્રમ સ્થળ ગૂંજી ઉઠ્યું હતું. યુવાઓ સહિત ઉપસ્થિત લોકોમાં દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાનના આગમન પૂર્વે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉરી સર્જિકલ સ્ટ્રાઇકની થીમ આધારિત રજૂઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન દ્વારા વડોદરામાં રૂ.35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ત્રણ મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે, જે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થવાનું ચિહ્નિત કરશે. આ ઉપરાંત રેલવેના ત્રણ અને હાઇવેના ત્રણ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરવામાં આવશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને વડોદરા શહેરને શણગારવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વડાપ્રધાનના મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. રંગરોગાન, લાઈટિંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાનના આગમન પૂર્વે જ કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
વડાપ્રધાનના આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે ઢોલ, ગરબા અને નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સવારથી જ લોકો કાર્યક્રમ સ્થળે પહોંચવા લાગ્યા હતા અને ડોમ હાઉસફૂલ થઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોવાઈ રહી છે અને સ્થળ પર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝેન-જીના યુવાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક યુવાઓ વડાપ્રધાનને આપવા માટે તેમના ફોટા, ચિત્રો સહિતની ભેટ લઈને પહોંચ્યા હતા. ગરબામાં યુવાનો સાથે સાંસદો અને ધારાસભ્યો પણ જોડાયા હતા.

Tags: modi visit.
Previous Post

અમદાવાદમાં રિક્ષા હડતાળના કારણે તંત્રમાં દોડધામ!

Next Post

અમેરિકાએ 5 ઈરાની ઓઈલ ટેન્કર નષ્ટ કર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
અમેરિકાએ 5 ઈરાની ઓઈલ ટેન્કર નષ્ટ કર્યા

અમેરિકાએ 5 ઈરાની ઓઈલ ટેન્કર નષ્ટ કર્યા

યુએનના નવા નકશામાં ભારતને ઝટકો,.અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીન ભારતથી અલગ દર્શાવાયા!

યુએનના નવા નકશામાં ભારતને ઝટકો,.અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીન ભારતથી અલગ દર્શાવાયા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.