Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી:૩૦૦ ફ્લાઈટ્સ કેન્સલ

હિથ્રો અને ગેટવિક સહિત અનેકએરપોર્ટ પર ફ્લાઈટ શિડયુલ ખોરવાતા અરાજકતા સર્જાઈ.

dharmendravaghela by dharmendravaghela
2026-09-09 12:35:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટનમાં મંગળવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે ૩૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસે કહ્યું કે, મંગળવારે બપોરે કેટલાક વિમાનોને સુરક્ષિત ઉડ્ડયનમાં સમસ્યા સર્જાઈ હતી. એન્જિનિયરોએ તાત્કાલિક આ ખામી પર કામ કર્યું હતું અને થોડા સમયમાં ખામી સુધારી લેવાઈ હતી. જોકે, આ ખામીના કારણે ૩૦૦ જેટલી ફ્લાઈટના ઉડ્ડયનમાં વિલંબ થયો હતો.રાષ્ટ્રીય હવાઈ ટ્રાફિક નિયંત્રણ સેવા (નેટ્સ)એ કહ્યું કે, અમારી ફ્લાઈટ સિસ્ટમમાં સુધારો કરી લેવાયો છે. ફ્લાઈટ્સમાં વિલંબ થવાથી હિથ્રો અને ગેટવિક સહિત અનેક એરપોર્ટ પર અરાજક્તા સર્જાઈ હતી અને હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. નેટ્સે પ્રવાસીઓને થયેલી અસુવિધા માટે માફી માગી હતી.
ફ્લાઈટરડાર ૨૪ વેબસાઈટે જણાવ્યું કે, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીના કારણે બ્રિટિશ એરવેઝ, ઈઝીજેટ, કેએલએમ અને લુફ્થાન્સા સહિત અનેક એરલાઈન્સના ફ્લાઈટ શિડયુલ ખોરવાઈ ગયા હતા. લંડનમાં દુનિયાના સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાંના એક હિથ્રો, સ્ટેન્સ્ટેડ અને સિટી એરપોર્ટ્સ તેમજ માન્ચેસ્ટર, બર્મિંગહામ, સ્કોટલેન્ડ અને યુકેમાં અન્ય સ્થળો પર એરપોર્ટ્સ પર પણ હવાઈ ટ્રાફિક પર અસર થઈ હતી.
ફ્લાઈટરડાર૨૪ના અહેવાલ મુજબ હિથ્રોથી ૩૫૨ ફ્લાઈટ વિલંબમાં મુકાઈ હતી, જ્યાં દૈનિક ૧૩૦૦થી વધુ ફ્લાઈટનું સંચાલન થાય છે. એ જ રીતે ગેટવિક એરપોર્ટ પર સરેરાશ ૮૫૦ ફ્લાઈટની તુલનાએ ૨૮૧ ફ્લાઈટ મોડી પડી હતી. માન્ચેસ્ટરમાં ૬૫૦માંથી ૨૪૯ અને બર્મિંઘમમાં ૩૦૦માંથી ૧૦૧ ફ્લાઈટ વિલંબમાં મુકાઈ હતી.એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે, આ ખામીના પગલે તેમણે પ્રવાસીઓને તેમની એરલાઈન સાથે તેમની ફ્લાઈટની સ્થિતિ તપાસવા ચેતવણી આપી દીધી હતી. બજેટ એરલાઈન ઈઝીજેટે કહ્યું કે, તેની કેટલીક ફ્લાઈટ્સનું સંચાલન થઈ શક્યું નહોતું અને સિસ્ટમ ફેલ્યોરના કારણે સમગ્ર યુરોપમાં સેંકડો ફ્લાઈટ્સ વિલંબમાં મુકાઈ હતી.

Tags: flight cancelUK
Previous Post

યુએનના નવા નકશામાં ભારતને ઝટકો,.અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીન ભારતથી અલગ દર્શાવાયા!

Next Post

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલીના ડરથી લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલીના ડરથી લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલીના ડરથી લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા

સત્ય નિકેતન દુર્ઘટના બાદ દિલ્હીમાં 51 જર્જરિત ઈમારતો ઉપર શરુ થઇ ડિમોલિશનની કામગીરી

સત્ય નિકેતન દુર્ઘટના બાદ દિલ્હીમાં 51 જર્જરિત ઈમારતો ઉપર શરુ થઇ ડિમોલિશનની કામગીરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.