Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોમનાથ મંદિર, ભાજપ હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

'હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ' તેમજ :'અલ્લાહ હું અકબર, ખાલિસ્તાન'નો મેઈલમાં ઉલ્લેખ, પોલીસ-બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે

dharmendravaghela by dharmendravaghela
2026-09-21 12:33:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે ઇમેઇલ મારફતે આતંકી ધમકી આપી છે. ધમકીભર્યા ઇમેઇલની શરૂઆતમાં ‘અસલામુ વાલેકુમ, અલ્લાહુ અકબર’ લખીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. ઇમેઇલમાં સોમનાથ મંદિર, CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, તમામ પોલીસકર્મીઓ અને RAW એજન્સીને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. અલગ-અલગ લોકેશન પર અગાઉથી જ બોમ્બ ફિટ કરી દેવામાં આવ્યા હોવાનો ઇમેઇલમાં ચોંકાવનારો દાવો કરાયો છે.
ધમકી આપનારે ઇમેઇલમાં ઝેર ઓકતા હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ જેવા શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પત્રમાં આતંકી કનેક્શન છતું કરતા પાકિસ્તાન ઝિંદાબાદ અને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લખવામાં આવ્યા. ઇમેઇલના અંતમાં ફરી અલ્લાહુ અકબર લખાયું હતુ. ધમકી મળતા જ રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ મોડ પર છે. તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
ઈમેલ મારફતે ધમકીની અમદાવાદ શહેર પોલીસને જાણ થઈ હતી, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ખાનપુરમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તેમજ બોમ્બ સ્કવોડની ટીમને પણ શહેર ભાજપ કાર્યાલય પર રવાના કરવામાં આવી છે. મેયર હિતેશ બારોટ અને શહેર મહામંત્રી ઉમંગભાઈ નાયક હાલમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. જ્યારે અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી ખાંભલાએ જણાવ્યું હતું કે, બોમ્બની ધમકીનો ઈમેઇલ મળતા ચેકીંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ કઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી.

Tags: bomb dhamki bjp headquarters somnath
Previous Post

ઇટલીની શાળાઓમાં બુરખા પર પ્રતિબંધ

Next Post

દિલ્હીમાં 3 શખ્સોએ 17 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ,આસિફ ઝડપાયો, બેની શોધખોળ

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
દિલ્હીમાં 3 શખ્સોએ 17 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ,આસિફ ઝડપાયો, બેની શોધખોળ

દિલ્હીમાં 3 શખ્સોએ 17 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ,આસિફ ઝડપાયો, બેની શોધખોળ

સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા મળી, ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર

સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા મળી, ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.