Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા મળી, ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર

ઓડિશાના દરિયાકાંઠાથી 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસનો નવો ભંડાર શોધી કાઢયો

dharmendravaghela by dharmendravaghela
2026-09-22 12:00:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપૂર્વના દેશોમાં જ્યારે ભયાનક સ્તરે યુદ્ધ પહોંચતા એક પછી એક દેશોમાં ઓઈલ અને ઊર્જાની અછત વર્તાતી જઈ રહી છે ત્યારે ભારતને મોટી રાહત આપે તેવી એક શોધ થઇ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ને ભારત માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટી સફળતા મળી છે. ઓડિશાના દરિયાકાંઠાથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસનો નવો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે. 18 સપ્ટેમ્બરના રોજ ‘MDW 28’ નામના કૂવામાં આ શોધ થઈ હતી, જ્યાંથી છેલ્લા ત્રણ દિવસથી સતત સારા દબાણ અને ઝડપ સાથે ગેસ નીકળી રહ્યો છે.
ભારત માટે આ શોધ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે આનાથી દેશના વિદેશી તેલ અને ગેસ આયાત બિલમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે, આ કૂવામાં કુલ કેટલો ગેસ છે અને તેનું વ્યાવસાયિક ઉત્પાદન કેટલું ફાયદાકારક રહેશે તે અંગેની વધુ માહિતી અને આંકડા તપાસ બાદ જાહેર કરવામાં આવશે.
આ કૂવાનું ખોદકામ 25 જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે જુલાઈમાં 84084 કરોડ રૂપિયાના બજેટ સાથે 2030-31 સુધી ચાલનારા ‘સમુદ્ર મંથન’ અભિયાનને મંજૂરી આપી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના અણછૂયેલા ઊંડા સમુદ્રી વિસ્તારોમાંથી હાઇડ્રોકાર્બન શોધવાનો છે. આ કૂવો (MDW 28) મહાનદી બેસિનમાં ખોદવામાં આવનારા ચાર મુખ્ય કૂવાઓમાંથી પ્રથમ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ શોધને ભારત નિર્ભરતા તરફનું એક મોટું કદમ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે અગાઉ 2024 માં આ જ વિસ્તારમાં થયેલી ‘ઉત્કલ’ અને ‘કોણાર્ક’ ગેસની શોધો સાથે મળીને હવે એકીકૃત સુવિધાઓ દ્વારા ગેસનું ઉત્પાદન ઝડપી અને ઓછા ખર્ચે શક્ય બનશે.

Tags: gar reserveodishasamudra manthan abhiyan
Previous Post

દિલ્હીમાં 3 શખ્સોએ 17 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ,આસિફ ઝડપાયો, બેની શોધખોળ

Next Post

બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન વાવાઝોડામાં ફેરવાશે તો આંઠ રાજ્યોમાં થશે તોફાની વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન વાવાઝોડામાં ફેરવાશે તો આંઠ રાજ્યોમાં થશે તોફાની વરસાદ

બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન વાવાઝોડામાં ફેરવાશે તો આંઠ રાજ્યોમાં થશે તોફાની વરસાદ

કાનપુરની ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 શ્રમિકોના મોત

કાનપુરની ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 શ્રમિકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.