ભારતે એશિયન ગેમ્સ 2026માં બીજો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. નાગોયામાં શુક્રવારે સુરુચિ અને કમલજીતની જોડીએ 10 મીટર પિસ્તોલ શૂટિંગની મિક્સ્ડ ઇવેન્ટમાં 484.6ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું.
શૂટિંગમાં આ એશિયન ગેમ્સનો પહેલો ગોલ્ડ મેડલ છે. ભારતીય નિશાનબાજોએ અત્યાર સુધીમાં 10 મેડલ અપાવ્યા છે. તેમાં 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ પણ સામેલ છે. આ પહેલાં મહિલા ક્રિકેટ ટીમે ગેમ્સનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ પહેલાં મનુષ શાહ અને દિયા ચિતલેની જોડીએ ટેબલ ટેનિસની મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ જોડીએ ચીનની વર્લ્ડ નંબર-4 જોડીને 3-1થી હરાવી હતી.10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ફાઇનલમાં સુરુચિ અને કમલજીતની ભારતીય જોડીએ સિલ્વર જીતનાર દક્ષિણ કોરિયા કરતાં 6.6 પોઈન્ટ વધુ મેળવ્યા. ભારતે 484.6 પોઈન્ટ મેળવ્યા, જ્યારે દક્ષિણ કોરિયાને 478.0 પોઈન્ટ મળ્યા. ઈરાને 415.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ જીત્યો.સુરુચિ અને કમલજીતની જોડી 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રથમ સ્થાને રહી. ભારતે શરૂઆતમાં જ લીડ મેળવી લીધી હતી અને સમગ્ર ફાઇનલ દરમિયાન તેને જાળવી રાખી હતી.






