સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.48 મીટર પહોંચી ગઈ છે.ડેમની મહત્તમ જળ સપાટીથી હવે માત્ર 19 સેન્ટીમીટર જ દૂર છે એટલે કે આ સીઝનમાં સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમ થોડા દિવસોમાં છલોછલ ભરાશે.સરદાર સરોવર નર્મદા ડેમમાં ગુરુવારે પાણીની સરેરાશ આવક 6518 ક્યુસેક નોંધાઈ છે.છેલ્લા કેટલાક કલાકોની સરેરાશ આવક હાલની ક્ષણિક આવક કરતાં નોંધપાત્ર વધુ રહી છે
કેનાલ હેડ પાવર હાઉસ ચલાવવામાં આવતા 9022 ક્યુસેક પાણી પ્રવાહ કેનાલ તરફ જાય છે.બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમનું રિવર બેડ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે તેમાંથી કોઈ પાણી ડિસ્ચાર્જ થતું નથી આમ,હાલ સરદાર સરોવર ડેમનું જળસ્તર 138.48 મીટર છે અને ડેમમાં નોંધપાત્ર જીવંત જળસંગ્રહ ઉપલબ્ધ છે.પાણીની આવક,પાવર હાઉસ મારફતે થતો નિકાલ તથા ડેમના ગેટની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના જળસ્તરની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે આવનારા એક બે દિવસની અંદર જ સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે.
——————-




