સુરત જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવતી હેરિયર કાર ધડાકાભેર ઘૂસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો છે. મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન કરવા જઈ રહેલા પરિવારના કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ કાળમુખી દુર્ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી સાથે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ડમ્પરના ચાલકે વાહનમાં એર પ્રેશરની અચાનક સમસ્યા ઊભી થવાના કારણે તેને રોડ પર ઊભું રાખ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી હેરિયર કાર ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો સર્જાયો હતો કે કારનો કૂચડો વળી ગયો હતો અને સવાર ચારેય લોકોના મોત નિપજ્યા હતા. એન.ઈ. 04 પર મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ડીગસ ગામની સીમામાં ડમ્પર ટેકનિકલ ખામીના કારણે ધીમું પડી જતાં ચાલક તપાસવા ઊભો રહ્યો હતો. આ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી હેરિયર કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. મુંબઈથી પાટણ જઈ રહેલા કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ નીપજ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે કામરેજ સી.એચ.સી. ખાતે રવાના કરીને આગળની તપાસ હાથ ધરી છે.



