• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 30, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાની યમનમાં એરસ્ટ્રાઈક, સાત લોકોના મોત

જાણીજોઈને બોમ્બમારો કરી નિર્દોષ લોકોનું લોહી વહાવ્યું : હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરી, બદલો લેવાના એંધાણ

dharmendravaghela by dharmendravaghela
2026-09-28 11:55:25
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યમનના તાઈઝ શહેરમાં સાઉદી વાયુસેનાના હવાઈ હુમલાથી ભારે તબાહી સર્જાઈ છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોના મતે, શોપિંગ વિસ્તારને નિશાન બનાવી 7 નિર્દોષ લોકોના મોત થયા છે અને ડઝનબંધ ઘવાયા છે. હુથીઓએ બદલો લેવાની ધમકી આપી છે. જોકે, યમન સરકારે હુથીઓના દાવાને ફગાવી સૈન્ય ડિપો પર હુમલો થયાનું જણાવ્યું છે. સપ્ટેમ્બરથી યુદ્ધ વકરતા 1.25 લાખ લોકો બેઘર થયા છે.
યમનના તાઈઝ શહેરના સેન્ટ્રલ માર્કેટ આસપાસ સાઉદી અરેબિયાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા ભયાનક હવાઈ હુમલા બાદ તબાહીનો ખોફનાક મંજર સામે આવ્યો છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ આક્ષેપ કર્યો છે કે સાઉદી વાયુસેનાએ શોપિંગ વિસ્તારને નિશાન બનાવીને બે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 7 નિર્દોષ લોકોના મોત થયા છે અને બાળકો સહિત ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘવાયા છે. હુથીઓના ‘અલ-મસીરા’ ટીવી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં માર્કેટમાંથી ધુમાડાના ગોટા ઉડતા અને ખાદ્યસામગ્રી ભરેલા ગોડાઉન તબાહ થયેલા જોવા મળી રહ્યા છે.
હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ નાગરિક વિસ્તારો પર જાણીજોઈને બોમ્બમારો કરીને નિર્દોષ લોકોનું લોહી વહાવ્યું છે. હુથી આરોગ્ય મંત્રાલયે આ હુમલાને નિર્દયી ગણાવીને ટૂંક સમયમાં જ સાઉદી અરેબિયા સામે વળતો પ્રહાર કરીને બદલો લેવાની ખુલ્લી ધમકી આપી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત યમન સરકારના વફાદાર સૈનિકોએ હુથીઓના દાવો ફગાવતા જણાવ્યું હતું કે એરફોર્સે માત્ર હુથીઓના સૈન્ય ડિપો અને વાહનોને જ નિશાન બનાવ્યા હતા. તાઈઝ શહેર હાલ યમન સરકારના નિયંત્રણ હેઠળ છે, પરંતુ લાંબા સમયથી હુથી લડાયકોએ તેને ઘેરી રાખ્યું છે. સપ્ટેમ્બરમાં હુથી બળવાખોરોના નવા આક્રમણ બાદ દેશના અનેક ભાગોમાં યુદ્ધ અત્યંત તીવ્ર બન્યું છે. તાજેતરની હિંસાના કારણે આશરે 1 લાખ 25 હજાર લોકો બેઘર થયા છે.

Tags: saudi arabia air strike
Previous Post

એશિયન ગેમ્સ:કબ્બડીમાં ભારતની દીકરીઓને ગોલ્ડ

Next Post

બાંગ્લાદેશમાં હિન્દૂ યુવકની હત્યા! પાણીમાં તરતા ડ્રમમાંથી લાશ મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
બાંગ્લાદેશમાં હિન્દૂ યુવકની હત્યા! પાણીમાં તરતા ડ્રમમાંથી લાશ મળી

બાંગ્લાદેશમાં હિન્દૂ યુવકની હત્યા! પાણીમાં તરતા ડ્રમમાંથી લાશ મળી

નેપાળનાં મનાંગમાં હિમસ્ખલન 12 લોકો લાપતા

નેપાળનાં મનાંગમાં હિમસ્ખલન 12 લોકો લાપતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In