જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. ઠાર મરાયેલા આતંકીની ઓળખ પાકિસ્તાની લશ્કર કમાન્ડર મૂસા તરીકે થઈ છે. સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકીઓની હાજરીની ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું. અથડામણમાં એક આતંકીના માર્યા ગયા પછી પણ ઓપરેશન ચાલુ છે.આ અથડામણ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના યુસમર્ગ વિસ્તારમાં થઈ હતી. સુરક્ષાદળોને કોરાગ વિસ્તારમાં આતંકીઓની ગતિવિધિની માહિતી મળી હતી.
સુરક્ષાદળોને યુસમર્ગના કોરાગ વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન જવાનોને કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. જ્યારે તેમણે આતંકીઓને પડકાર્યા, ત્યારે સામેથી ગોળીબાર શરૂ થઈ ગયો. જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો. વળી, ગુરવેતકલાં ગામમાં પણ આતંકીઓની હાજરીની પુષ્ટિ થયા પછી સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને શોધખોળ અભિયાન ચાલુ રાખ્યું.
અધિકારીઓએ જણાવ્યું કે મૂસા બડગામના દૂધપથરીના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. આ વિસ્તાર મધ્ય કાશ્મીરના ઉંચાઇવાળા વિસ્તારમાં આવે છે. સેનાના જણાવ્યા અનુસાર સુરક્ષાદળોએ સંદિગ્ધ ગતિવિધિઓ જોયા બાદ આતંકવાદીઓને પડકાર્યા હતા. આતંકીઓએ ફાયરિંગ કરતા જવાનોએ વળતી કાર્યવાહી કરી જેમા એક આતંકી ઠાર મરાયો હતો. મુઠભેડમાં માર્યો ગયેલો આતંકવાદી પાકિસ્તાની લશ્કર કમાન્ડર મૂસા હતો. બીજી તરફ, સૂત્રોનું એ પણ કહેવું છે કે આ વિસ્તારમાં અન્ય એક ટોચનો બિન-સ્થાનિક લશ્કર કમાન્ડર છુપાયો હોવાની આશંકા છે. મુઠભેડ બાદથી જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે અને આસપાસના ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.






