અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ-નડિયાદ વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકો અંગેની વધુ વિગતો મેળવવાની કામગીરી કરેલ છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને તેમાં કયા વાહનો સંડોવાયેલા હતા તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આણંદ-નડિયાદ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અકસ્માતની જાણ થતાં પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ અને નડિયાદ વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં 7 લોકોના જીવ ગયા છે. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી પણ લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. અકસ્મતમાં કેટલાં વાહનો સંડોવાયેલા હતા અને ટક્કર કયા કારણોસર થઈ તે અંગેની સંપૂર્ણ વિગતો તપાસ બાદ સામે આવશે. પ્રાથમિક તબક્કે અકસ્માતને પગલે હાઈવે પર સ્થિતિ ગંભીર બની હતી.અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતકો અંગેની ઓળખ અને અન્ય વિગતો મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અકસ્મતમાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી છે કે કેમ તે અંગેની વિગતો પણ તપાસ સાથે સ્પષ્ટ થશે. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ અને સંબંધિત તંત્ર સતર્ક બન્યું છે.પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો, કયા વાહન સાથે ટક્કર થઈ અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ અકસ્માતની કડી જોડવા માટે ઘટનાસ્થળની સ્થિતિ અને ઉપલબ્ધ પુરાવાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.
એક્સપ્રેસ હાઈવે પર ફરી અકસ્માતની ચિંતા






