કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પંજાબના પ્રવાસે છે, જ્યાં તેઓ ‘નશા મુક્ત પંજાબ યાત્રા’ના સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ અભિયાનના અંતિમ ચરણમાં આયોજિત ભવ્ય રેલીને બપોરે 2:00 વાગ્યે ગૃહમંત્રી સંબોધિત કરશે અને પંજાબને નશા મુક્ત બનાવવાના સંકલ્પને વેગ આપશે. અમિત શાહે ભારતને નશામુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે.





