ઈરાન-અમેરિકા યુદ્ધમાં USને મોટો ફટકો પડ્યો છે. ‘કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ’ના રિપોર્ટ મુજબ, ઈરાન સાથેના સંઘર્ષમાં 81 અમેરિકન સૈન્ય વિમાનો અને ડ્રોન નષ્ટ કે ક્ષતિગ્રસ્ત થયા છે. જેમાં 45 MQ-9 રીપર ડ્રોન, 12 F-15E જેટ અને 7 KC-135 સ્ટ્રેટોટેંકરનો સમાવેશ થાય છે. આ નુકસાનને કારણે પ્રમુખ પ્રમુખ ટ્રમ્પે 3 નવેમ્બરની મિડ-ટર્મ ચૂંટણીઓ સુધી ઈરાન પર નવા હુમલા સ્થગિત કર્યા છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં યુનાઈટેડ સ્ટેટ્સ (US) ને અકલ્પનીય સૈન્ય અને નાણાકીય ફટકો પડ્યો છે. યુએસ સૈન્યના અત્યાધુનિક પ્લેન અને ડ્રોન ઈરાની સંરક્ષણ પ્રણાલી અને જવાબી કાર્યવાહીનો ભોગ બન્યા છે. યુએસ સંસદની સ્વાયત્ત સંસ્થા ‘કાંગ્રેસનલ રિસર્ચ સર્વિસ’ ના તાજેતરના અપડેટેડ રિપોર્ટ અનુસાર, ઈરાન સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 81 અમેરિકન સૈન્ય વિમાનો અને ડ્રોન કાં તો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે અથવા તો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.
બીજી તરફ, આટલા મોટા સૈન્ય નુકસાન અને દેશમાં વધતા રાજકીય દબાણ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો રાજકીય નિર્ણય લીધો છે. ટ્રમ્પે ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, અમેરિકામાં આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડ-ટર્મ (મધ્યાવધિ) ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ઈરાન પર કોઈ નવા સૈન્ય હુમલાનો આદેશ આપશે નહીં.






