આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે, પરંતુ તેની સાથે કંપનીઓના ખર્ચ અને માનવ સંસાધનોનું સમીકરણ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. વિશ્વની અગ્રણી ટેક દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ હાલ મોટા પાયે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણ કરી રહી છે. આ વધતા ખર્ચને નિયંત્રિત કરવા અને સંતુલન જાળવવા માટે કંપનીએ ભારત, અમેરિકા, યુકે અને કેનેડામાં કામ કરતા આશરે 60,000 જેટલા પાત્ર કર્મચારીઓ માટે સમય-મર્યાદિત ‘વોલન્ટરી બાયઆઉટ’ પ્રોગ્રામની જાહેરાત કરી છે.
માઈક્રોસોફ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ પ્રોગ્રામ ચાર દેશો કેનેડા, ભારત, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ભાગ લેતી ટીમોના લેવલ 70 અને તેનાથી નીચેના હોદ્દા ધરાવતા પાત્ર કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે. કંપનીના જણાવ્યા મુજબ, કર્મચારીઓને આ ઓફરની વિગતો ખૂબ જ ટૂંકા ગાળામાં મોકલી દેવામાં આવશે, જેનાથી તેઓ નાણાકીય અને સંસ્થાકીય સહાય સાથે કંપનીમાંથી સ્વેચ્છાએ બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરી શકે.
સ્વૈચ્છીક રાજીનામાં માટે આવરી લેવાયેલા વિભાગોમાં AI એક્સપિરિયન્સ, કોપાયલટ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સિસ, એક્સબોક્સ, અને વિન્ડોઝ + ડિવાઇસીસ.તેમજ બાકાત રખાયેલા વિભાગો: માર્કેટિંગ, કોમર્શિયલ બિઝનેસ અને સાયબર સિક્યોરિટી ટીમોને આ પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે મુક્ત રાખવામાં આવી છે માઈક્રોસોફ્ટ સહિતની ગ્લોબલ ટેક કંપનીઓ ડેટા સેન્ટર્સ, અદ્યતન પ્રોસેસિંગ ચિપ્સ અને AI સર્વર્સ પાછળ સેંકડો અબજ ડોલરનું આંધણ કરી રહી છે.રોકાણકારોમાં સતત એ ચર્ચા ચાલી રહી છે કે AI પાછળ થતો આ અતિભારે ખર્ચ ભવિષ્યમાં કંપનીને અપેક્ષિત વળતર અપાવી શકશે કે કેમ. તેથી કંપની અન્ય ક્ષેત્રોમાં ખર્ચ ઘટાડીને બેલેન્સ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.






