વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ આજે બનાસકાંઠાના ભીલડી ખાતે 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનો શિલાન્યાસ-લોકાર્પણ કરશે. જ્યારે 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાના છે આજે સવારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ માટે બનાસકાંઠા આવી પહોચ્યાં હતા. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલસહિતે સ્વાગત કર્યું હતું.
આજે 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં 14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે 19,000 કરોડનો 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનના આગમન સાથેજ ભવ્ય રોડશો કરવામાં આવ્યો હતો. જેમાં હજારો લોકો જોડાયા હતા.ત્યારબાદ તેમને ભીલડીમાં જાહેરસભા સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરેલ. 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપ્રગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, જેનાથી ઓલાદ સુધારણા 10થી 20 ગણી ઝડપી બનશે. કાંકરેજ ગાયની ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પહેલી સુવિધા હશે.
થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-સીએનજી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, જેની ગાયના છાણ પ્રોસેસિંગની ક્ષમતા અનુક્રમે પ્રતિદિન 75 મેટ્રિક ટન અને પ્રતિદિન 100 મેટ્રિક ટન છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2એ (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2બી (ગિફ્ટ સિટી એક્સટેન્શન)નો શિલાન્યાસ કરશે. જેમાં ફેઝ-2એ કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 5 સ્ટેશનોને આવરી લેતી 6 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે, જ્યારે ફેઝ-2બી ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3 સ્ટેશનોને આવરી લેતી 3.3 કિ.મી.થી વધુની લંબાઈ ધરાવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે એકતાનગરમાં યોજાનારા ‘એકતા પ્રકાશ પર્વ’માં પણ ભાગ લેશે. ભારતની એકતા, વિવિધતા, સાંસ્કૃતિક વિરાસત અને પ્રગતિને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં લાઇટિંગ અને પ્રકાશના વિવિધ પ્રદર્શન દ્વારા રાત્રિ પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં 530 મીટર લાંબા ફ્લાવર્સ વેલી રોડ પરની રોશની અને 180 મીટર લાંબી ગ્લો ટનલનો સમાવેશ થાય છે. ‘પ્રાચીન ભારતથી આધુનિક ભારત સુધી’ની થીમ પર આધારિત ફ્લાવર્સ વેલી રોડ પર દેશની સંસ્કૃતિ, રાષ્ટ્રીય ઓળખ, મહિલા સશક્તિકરણ, સુરક્ષા દળો, ટેક્નોલોજી, યોગ અને બાળકોને આકર્ષે તેવી વિવિધ રચનાઓ રજૂ કરવામાં આવશે.’વિવિધતામાં એકતા’ની થીમ ધરાવતી ગ્લો ટનલમાં ભારતના ચારેય પ્રદેશોની સંસ્કૃતિ, સ્થાપત્ય, લોકનૃત્યો, હસ્તકલા અને જીવનશૈલીની ઝલક જોવા મળશે. આ પ્રદર્શનોમાં 1.5 કરોડથી વધુ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ દ્વારા આયોજિત ‘નક્સલ મુક્ત ભારત’ પરનું એક વિશેષ નાટ્ય પ્રદર્શન હશે, જેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાના આશરે 2000 કલાકારો ભાગ લેશે.
——————————–






