વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા છે.પીએમ મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલની વિશાળ પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. દેશની એકતા અને અખંડિતતામાં સરદાર પટેલના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કર્યું હતું. સવારે નવી વિસ્ટાડોમ બસમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ જવા રવાના થયા ત્યારબાદ .પ્રોજેક્ટની મુલાકાત લીધી અને ત્યાબોન્સાઈ ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી.
આ કાર્યક્રમો બાદ મોદી સવારે 10:45થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસમાં રહેશે. સાંજે 5:15 વાગ્યે તેઓ એકતા પથ જવા રવાના થશે અને સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે 9:10 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડીમાં રૂ.14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કરી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 300 જેટલા કલાકારો દ્વારા ‘આનંદમઠ’ની નાટ્યપ્રસ્તુતિ રજુ કરાઈ હતી. જે બાદ ‘એકતા પ્રકાશ પર્વ’નું નિરીક્ષણ કર્યું હતું. તેમજ નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી.
—————————





