ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં શહેરના પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં વડાપ્રધાન મોદીનો રંગદર્શી રોડ શો યોજાયો હતો તો પશ્ચિમ મત વિસ્તારમાંથી રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાના નેતૃત્વમાં તિરંગા સાથેની યાત્રામાં હજારો લોકો જાેડાયા હતા.
આમ પૂર્વમાં રોડ શો અને પશ્ચિમ વિસ્તારમાં તેમજ તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું.