અમદાવાદના કોટેશ્વર પાસે મૂર્તિ વિસર્જન વેળાએ 3 યુવકો નદીના જળપ્રવાહમા ડૂબ્યાં હતા. જે ઊંડા પાણીમા ગરક થઇ જતાં ત્રણેયના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે જાણ થતાં સ્થાનીક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનાને લઇને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગઇકાલે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન દુર્ઘટના ઘટી હતી. જેમા મૂર્તિ વિસર્જન વેળાએ નદીમા એકાએક પૂર આવ્યું હતુ. જેને લઇને સાતથી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. ઘણા લોકો લાપતા પણ બન્યા હતા. આ કોઈ પહેલી ઘટના નથી કે મૂર્તિ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળૂઓના મોત થયા હોય, આ બનાવ ગઇકાલે રાત્રે 9 વાગ્યે બન્યો હોવાના સમાચાર છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો નદીમા ઉતર્યા હતા ત્યારે અચાનક જ નદીના જળસ્તરમાં વધારો થયો હતો. અને લોકો નદીના ઉફાનમાં વચ્ચે ફસાઈ તણાઇ ગયા હતા.