છેલ્લા ૯ વર્ષથી ભાવનગરથી દેશના વિવિધ ધાર્મિક સ્થળોની જરૂરીયાતમંદ પરિવારજનો, વિધવાઓ, ત્યક્તા સહિતને ટ્રેન મારફત યાત્રા કરાવતા નાનાલાલ ભવાનભાઇ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ ભાવનગરથી અયોધ્યા, બનારસ અને પ્રયાગરાજની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે બપોરે ભાવનગર રેલ્વે સ્ટેશને હેમખેમ પરત ફરતા ભાવનગર શહેરની વિવિધ સંસ્થાના આગેવાનો તથા ભાવનગરના અગ્રણીઓ દ્વારા બેન્ડવાજા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિવિધ આગેવાનો દ્વારા બુધાભાઇ પટેલ ઉપરાંત તેમના પરિવારજનોનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.
જ્યારે યાત્રામાં ગયેલા ૧૦૫૦ યાત્રીકોના પરિવારજનો પણ રેલ્વે સ્ટેશને ઉપસ્થિત રહ્યા હતા અને આયોજક બુધાભાઇ પટેલ સહિત પોતાના પરિવારજનોનું સ્વાગત કર્યું હતું.
યાત્રા દરમિયાન યાત્રીકોએ ગંગાજીની સામુહિક આરતી તેમજ અયોધ્યા સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન સહિતનો સામુહિક લાભ લીધો હતો. યાત્રીકો અને તેમના પરિવારજનોએ આયોજક બુધાભાઇ પટેલ સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો. (તસવીર : મૌલિક સોની)