રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના પ્રધાનમંત્રીની ખૂબ પ્રશંસા કરી હતી. એમને કહ્યું હતું કે પીએમ મોદી મોટા દેશભક્ત છે. સાથે જ પુતિને ભારત દેશની પણ ખૂબ પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારતે સંસ્થાનવાદી સ્વતંત્રતા પછી ઘણી પ્રગતિ કરી છે. પીએમ મોદીના વખાણ કરતા પુતિને કહ્યું હતું કે ‘તેઓ દેશભક્ત છે અને પોતાના દેશની સ્વતંત્ર વિચારસરણીને આગળ લઈ જવા માટે સક્ષમ છે.
‘ ભારતની પ્રશંસા કરી પુતિને બંને દેશો વચ્ચેના સંબંધોને બહુપક્ષીય ગણાવતા કહ્યું હતું કે, ‘ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ રહી છે અને રશિયાથી હંમેશા ખાસ સંબંધો રહ્યા છે.’
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ‘પીએમ મોદી દેશભક્ત છે અને પોતાના દેશની સ્વતંત્ર વિચારસરણીને આગળ લઈ જવા માટે સક્ષમ છે. મોદી પોતાના દેશ માટે કંઈ પણ કરી શકે છે. તેઓ એવા વ્યક્તિ છે જે પોતાના લોકોના હિત માટે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિઓ બનાવી શકે છે. ભારત પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવાના પ્રયાસો છતાં આઈસ બ્રેકરની જેમ એમને ભારતના હિત માટે એ જ દિશામાં પોતાની યાત્રા ચાલુ રાખી.’
ભારતના વખાણ કરતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે ‘વિકાસના મામલે ભારતે જબરદસ્ત સફળતા મેળવી છે અને ભારતનું ભવિષ્ય સોનેરી છે.’ આ સિવાય ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશે વાત કરતા રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારત અને રશિયાએ પરસ્પર સહયોગના પાયા પર પોતાના વિશેષ સંબંધો સ્થાપિત કર્યા છે.