ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.બાપુએ મતદારોને એક વિષેશ અપીલ કરી હતી હું કોંગ્રેસમાં નથી પરંતુ પરિવર્તન માટે અપીલ કરું છું જેથી ગુજરાતની જનતા કોંગ્રેસને મત આપે. ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો, મત આપો પરિવર્તન લાવો.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોરબીની ઘટના અંગે હાઇકોર્ટને પત્ર લખતા કહ્યું કે, મોરબીમાં સસ્પેન્શન પુલ પડી જવાને લીધે 140 લોકો કે જેમાં મહિલાઓ, બાળકો પણ છે જેમના જીવ ગયા છે. કારણ કે તે બ્રીજની મેઈન્ટેઈનન્સની જવાબદારી એક ખાનગી કંપની પાસે હતી. મારી પ્રાથના સાથે આ પત્ર આપને લખી રહ્યો છું કે આ ઘટનાને સુઓમોટો તરીકે લઈ તેની કાર્યવાહી કરવામાં આવે. કંપનીએ 143 વર્ષ જુના બ્રિજની કામગીરી હાથધરીને 26 ઓક્ટોબરે તેને લોકો માટે ખુલ્લો મુકી દીધો. તેમણે ત્રણ પેજમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ અંગે વિવિધ માહિતી પુરી પાડતા વારંવાર સુઓમોટો તરીકે કાર્યવાહી ચલાવવાની વિનંતી કરી છે.