સિહોર તાલુકાના અગીયાળી ગામે વિશાળ જનમેદનીની હાજરીમાં ચાલી રહેલી જાની પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત કથામાં પુ.સીતારામબાપુએ ચોથા દિવસની કથા દરમિયાન રાષ્ટ્રીય શોક અંતર્ગત ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રો વડે મોરબી દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
જાની પરિવાર દ્વારા આ કથામાં સુંદર આયોજન કરવામાં આવેલ છે, જે દરમિયાન આ કથામાં પુ.સીતારામબાપુ (ગાદીપતિ બ્રહ્મચારી જગ્યા- મોટા ગોપનાથ) શિવકુંજ આશ્રમ-અધેવાડાએ રાષ્ટ્રીય આપદામાં મોરબીના લોકો પ્રત્યે સંવેદના અનુભવીને શક્ય એવો સૌને સહકાર આપવા અનુરોધ કરેલ છે.