પૂર્વ સીએમ ઉમા ભારતીએ મોટી ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, તે હવે ‘દીદી માં’થી ઓળખાશે. જૈન સંત આચાર્ય વિદ્યાસાગર મહારાજની આજ્ઞાનું પાલન કરતા તે પરિવાર અને સગા સંબંધીઓના તમામ બંધનોમાંથી મુક્ત થયા છે. પરિવારને પણ આ બંધનોમાંથી મુક્તિ આપે છે. તેમનો કોઈ વ્યક્તિગત પરિવાર નથી. 17 નવેમ્બરે તેમની સંન્યાસ દીક્ષાના 30 વર્ષ પુરા થવાના છે. આ દિવસે તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જશે. ઉમા ભારતની જણાવ્યા અનુસાર, તે પોતાના સમસ્ત વ્યક્તિગત સંબંધોનો પરિત્યાગ કરી રહ્યા છે. આ જાણકારી તેમણે એક પછી એક કરેલા 17 ટ્વિટમાં આપી છે.
મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતી રાજ્યમાં દારુબંધીનું આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે દેવ પ્રબોધની એકાદશીની મોડી સાંજે એક પછી એક એમ કુલ 17 ટ્વિટ કર્યા છે. તેમાં તેમણે કહ્યું કે, તેમની સંન્યાસ દીક્ષાના 30 વર્ષ પુરા થઈ રહ્યા છે. આગામી 17 નવેમ્બરે તમામ સંબંધો અને બંધનોમાંથી તેઓ મુક્ત થશે. 15માં ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, તે પોતાના પરિવારના તમામ બંધનોમાંથી મુક્ત થઈ રહ્યા છે અને 17 નવેમ્બર 2022ના રોજ સ્વયં તમામ સંબંધોમાંથી મુક્ત થઈ જશે. ત્યાર બાદ તેઓ તમામ સમુદાય માટે ફક્ત દીદી માં કહેવડાવશે. તેમનો કોઈ વ્યક્તિગત પરિવાર નહી હોય.
ઉમા ભારતીએ ટ્વિટના માધ્યમથી જાણકારી આપતા કહ્યું કે, સંયોગથી જૈન મુનિ આચાર્યશ્રી વિદ્યાસાગર મહારાજ કર્ણાટકના છે. તેઓ હવે મારા માટે ગુરુ પદ છે. તેમણે ઉમા ભારતીને 17 માર્ચ 2022ના રોજ સાગર જિલ્લાના રહલીમાં આ જાહેર કાર્યક્રમમાં તમામ મુનિજન સામે આજ્ઞા આપી હતી કે, સમસ્ત વ્યક્તિગત સંબંધોનો પરિત્યાગ કરીને ફક્ત દીદી માં કહેવાશે. ઉમા ભારતીના અનુસાર હવે આખું વિશ્વ તેમનો પરિવાર છે.