ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા વિધાનસભા બેઠક દીઠ નામોની પેનલ તૈયાર થઈ રહી છે બીજી બાજુ કોને ટિકિટ મળે છે, કોની કપાય છે.? તે સહિતની અટકળો અને ચર્ચાનું બજાર ભારે ગરમ જાેવા મળી રહ્યું છે. સાથે અફવાના પડિકા પણ વહેતા થયા છે, જાેકે, ભાજપમાં જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી કશું નક્કી ગણાતું નથી તેમ છતાં દાવેદારો અને કાર્યકર્તાઓ પોતપોતાની રીતે ગણતરીઓ માંડી રહ્યા છે.
રાજકીય વર્તુળમાં ચર્ચા મુજબ ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્યના બંને ધારાસભ્યોની ટિકિટ કન્ફર્મ છે, અને એજ બેઠક પર લડાવશે. આમ બંને મંત્રીઓની ટીકીટ અને બેઠક ફાઈનલ છે. તો પાલિતાણામાં ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ મળશે જ્યારે તળાજા અને ભાવ. પૂર્વની બેઠકમાં ટિકિટ ફાળવણી માટે જ્ઞાતિવાદી સમીકરણો મુખ્ય ભાગ ભજવશે તેમ મનાય રહ્યું છે. મહુવા અને ગારિયાધારમાં કોઈ નવા ચહેરાને તક મળવા સંભાવનાઓ જાેવાઈ રહી છે!