ભાવનગરના જવાહર રમેદાનમાં આયોજિત પાપાની પરી સમુહલગ્નમાં 552 લગ્ન યોજાઇ રહયા છે. સમૂહ લગ્નમાં હાજરી આપવા વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આવવાના હોય કડક બંદોબસ્ત તથા વાહન વ્યવહાર પ્રવેશ બંધ કરાયો હોય વરરાજાઓ તથા જાનૈયા રસ્તાઓ પર ચાલતા જતા નજરે પડ્યા હતા. જો કે લોકો આ ભવ્ય આયોજનની પ્રશંસા કરી રહ્યા છે.

આ ઉપરાંત કન્યાઓ પણ માંડવા સુધી ચાલતી જતી નજર પડી હતી. સલામતીની વ્યવસ્થા ને કારણે આ આયોજન કરવું પડ્યું હતું. ગઈકાલે આયોજિત ડાયરામાં મોટી સંખ્યામાં લોકોએ નામાંકિત કલાકારોનો લાભ લીધો હતો.



