ગુજરાતના જાણીતા તત્વ ચિંતક સ્વામીની સુલભાનંદાજીની અધ્યક્ષતામાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૧મો વડીલ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો.
ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારના આજીવન પ્રમુખ, રેડક્રોસ અને સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ એસોસિએશન સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી ડૉ. ર્નિમળભાઈ ન્યાલચંદ વકીલની પુણ્ય સ્મૃતિમાં ૧૫૦ વડીલોની વય વંદના યોજવામાં આવી.
આ પ્રસંગે ભૂતપૂર્વ આચાર્ય મગનભાઈ પટેલ, બાળ કેળવણી કાર નીતિનભાઈ પંચોળી તથા સામાજિક કાર્યકર તથા શિક્ષક અરૂણભાઈ જાનીનું વિશેષ અભિવાદન મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે થયું. ૮૦ વર્ષ પછી પણ જીવન પ્રત્યે હકારાત્મક રહીને સક્રિય સમાજ સેવા સાથે જાેડાયેલ મહાનુભાવોનું અભિવાદન સૌ માટે પ્રેરણાદાયી બન્યું.
તા.૫ નવેમ્બરે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ નૂતનવર્ષ સમારોહ પ્રસંગે સ્વામીની સુલભાનંદાજી દવારા વડીલોને’ વૃદ્ધાવસ્થા અને કુટુંબ જીવન. આનંદ જીવન તથા સ્વસ્થ જીવનનું બહુ મૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. શિશુવિહાર સંસ્થાના મંત્રી ડો.નાનકભાઈએ ભાવનગરના લોક સેવક પૂજ્ય માનભાઈએ શરૂ કરેલ વૃદ્ધાશ્રમના પ્રસંગને યાદ કરતા કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી તથા આશા વ્યક્ત કરી હતી કે નવી અને જૂની પેઢીનો સમન્વય સમાજ ઉપયોગી રહે.
આ ઉપક્રમે સંસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે દવારા આશીવર્ચન સાથે કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક છાયાબહેન પારેખ તેમજ સંસ્થાના કાર્યકરોની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો સ્વાસ્થ્ય લક્ષી સાધન સુવિધાથી સજ્જ બને તેવા હેતુને લક્ષમાં આ પ્રસંગે તમામ વડીલોને એક્યુપેસર પગ સાઇકલ, રૂમાલ, બેગ, સાહિત્ય, ઇત્યાદિ ભેટ પણ આપવામાં આવેલ.