ગુજરાત વિધાનસબાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે ત્યારે રાજ્યમાં ભૂજ,રાજકોટ,ગાંધીધામમાં આઇટીએ દરોડા પાડ્યા છે. આ દરોડા રિયલ એસ્ટેટમાં સંકળાયેલા ધંધાર્થીઓ સહિત ફાઇનાન્સ બ્રોકર પર પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 200થી વધુ અધિકારીઓ આ દરોડામાં સામલ થયા છે. આ આઇટી દરોડાના લીધે સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે આ સાથે ફઆઇનાન્સના બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ આઇટી દરોડામાં ભારે બેનામી સંપત્તિ મળી આવવાના અંધાણ છે. હાલ 30થી વધુ સ્થલો પર આઇટીના દરોડા ચાલી રહ્યા છે. આઇટીના દરોડાના નિવાસ્થાન અને ઓફિસ પર ભારે તવાઇ આઇટી વિભાગે બોલાવી છે. તમામ એકાઉન્ટની સાથે ઘર ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપહરેશન હાથ ધરવામાં આવ્યું છે.