ગુજરાતે ભાજપે બીજા છ ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે ધોરાજીથી મહેન્દ્રભાઈ પાડલિયા, જામખંભાળિયાથી મુળુભાઈ બેરા, કુતિયાણાની બેઠક પર શ્રીમતી ધેલીબેન દરા, ભાવનગર પૂર્વમાં સેજલબેન પંડ્યા, ડેડિયાપાડામાં એસટીની અનામત બેઠક પર હિતેશ દેવજી અને સુરત 84ની બેઠક પર અનાવિલ બ્રાહ્મણ સંદીપ દેસાઈને ટિકિટ અપાઈ છે.
ગુજરાત ભાજપે બીજા છ ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે ધોરાજીથી મહેન્દ્રભાઈ પાડલિયા, જામખંભાળિયાથી મુળુભાઈ બેરા, કુતિયાણાની બેઠક પર શ્રીમતી ધેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વમાં સેજલબેન પંડ્યા, ડેડિયાપાડામાં એસટીની અનામત બેઠક પર હિતેશ દેવજી અને સુરત 84ની બેઠક પર અનાવિલ બ્રાહ્મણ સંદીપ દેસાઈને ટિકિટ અપાઈ છે. આમ ભૂતપૂર્વ મંત્રી વિભાવરીબેન દવે કપાયા છે.
તેમા ધોરાજીથી મહેન્દ્રભાઈ પાડલિયા લડશે. જામખંભાળિયાથી મુળુભાઈ બેરા લડશે. તેમનો સીધો સંઘર્ષ કોંગ્રેસના લલિત વસોયા સામે થશે. કુતિયાણાની બેઠક પર શ્રીમતી ધેલીબેન આડદરાને માધાભાઈ કાંધલ જાડેજાની સામે ઉતારશે. ભાજપે તાજેતરમાં જશા બારડને કોંગ્રેસમાંથી તેનામાં સમાવ્યા અને હવે બીજા આગેવાન મુળુભાઈ બેરાને ટિકિટ આપી તે દર્શાવે છે કે મેર સમાજમાં ભાજપનું પ્રભુત્વ વધી રહ્યું છે.
આમ આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કાંધલ જાડેજાએ ગયા વખતે ભાજપને રાજ્યસભામાં ટેકો આપતા આ વખતે તે ભાજપની ટિકિટ પરથી લડશે અથવા તો ભાજપ તેમની સામે નબળા ઉમેદવાર જાહેર કરશે. આવું કશું થયું નથી. આમ આ બેઠક પર ભાજપ, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જોવા મળ્યો છે.
કોંગ્રેસે પણ એનસીપી સાથે જોડાણ કરતાં પૂર્વે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કુતિયાણામા કાંધલ જાડેજા સામે તો ઉમેદવાર મેદાનમાં ઊભા જ રાખશે. આ સિવાય આમ આદમી પાર્ટી પણ તેના ઉમેદવાર ઉતારવાની છે. તેથી કુતિયાણાની બેઠક પર આ વખતનો જંગ રોચક હશે. ત્રિપાંખિયાથી લઈને ચતુષ્કોણીય જંગ જોવા મળી શકે. તેથી આ બેઠક પણ જે પણ ઉમેદવાર જીતશે તે એકદમ નજીવી સરસાઈથી જીતશે.
ભાવનગર પૂર્વ વિભાવરી બેન દવેની ટિકિટ કપાઈ છે અને સેજલબેન પંડ્યાની ટિકિટ અપાઈ છે. આમ ભાવનગરમાં ટિકિટ કપાઈ છે. દેડિયાપાડામાં એસટીની અનામત સીટ પર હિતેશ દેવજીને ટિકિટ આપવામાં આવે છે. ચોર્યાસીની ટિકિટ પરથી અનાવિલ બ્રાહ્મણ સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. ચોર્યાસી બેઠક પરથી ઝંખના બેન કપાયા છે. ઉધનામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરને ટિકિટ અપાઈ છે. સુરતમાં ફક્ત ત્રણ બેઠક પર જ ઉમેદવાર બદલાયા છે. સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રીપિટ થિયરી અપનાવવામાં આવી છે
ધોરાજી- મહેન્દ્રભાઈ પાડલિયા
જામખંભાળિયા- મૂળુભાઈ બેરા
કુતિયાણા- ઘેલીબેન ઓડેદરા
ભાવનગર પૂર્વ- સેજલબેન પંડયા
ડેડિયાપાડા- હિતેશ દેવજી
સુરત 84- સંદીપ દેસાઈ






