Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીમાં સહકારી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષસ્થાને અને સંઘના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2022-11-14 14:35:24
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરી દર વર્ષની માફક આ વર્ષે પણ તા.૧૪ થી ૨૧ સુધી સહકારી સપ્તાહની ઉજવણી કરશે. આ ઉજવણી સર્વોત્તમ દાણ ફેક્ટરીના પરિસરમાં યોજવામાં આવશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ, મૂલ્યવર્ધન વેચાણ, સહકારી પ્રવૃત્તિમાં યુવા મહિલાઓનું યોગદાન વિગેરે વિષયો સાથે સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષસ્થાને અને સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં આ સહકારી સપ્તાહની ઉજવણી થનાર છે.
સોમવારે સહકારી ધ્વજ સાથે સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ડાયરેક્ટર મહેન્દ્રભાઇ પનોતના શુભ હસ્તે શુભારંભ થશે. તા.૧૪ થી ૨૧ સુધી દરરોજ અલગ અલગ વક્તાઓ, તજજ્ઞો દ્વારા જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહેનાર મહિલા સભાસદો તથા દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની વિશાળ હાજરીમાં આ કાર્યક્રમ થશે. દરરોજ જિલ્લામાંથી દૂધના પ્રમાણમાં સર્વોત્તમ દાણ વેચનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ દૂધ મંડળીઓના કાર્યવાહકોના સન્માન થશે.
આ સહકારી સપ્તાહ પૂર્ણાહુતિ તા.૨૧ના રોજ થનાર છે. આ પૂર્ણાહુતિ નિમિત્તે વર્ષભેર થેયલ રમતોત્સવના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવનાર છે.

દરરોજ ૧૨૫૦ મહિલાઓને દાણ ફેક્ટરી દર્શન સાથે આધુનિક પશુપાલનની તાલીમ
આ સહકારી સપ્તાહમાં જિલ્લાભરમાંથી દરરોજ ૧૨૫૦ મહિલાઓ હાજરી આપી દાણ ફેક્ટરી દર્શન કરશે તથા તાલીમ મેળવશે. આમ સહકારી સપ્તાહ દરમિયાન ૮૦૦૦ થી ૯૦૦૦ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આધુનિક યુગમાં પશુપાલન કેમ કરવું અને મૂલ્યવૃધ્ધિ પશુપાલન, ઓછા ખર્ચે વધારે વળતર કેમ મેળવવું, ઓછા પશુએ વધારે દૂધ ઉત્પાદન કેમ કરવું, પશુઓની ઉછેર પ્રક્રિયા, માવજત પ્રક્રિયા, સારવાર પ્રક્રિયા, નિભાવ પ્રક્રિયા વિગેરે વિષયોથી માહિતગાર થનાર છે.

 

Tags: sahakar saptahsarvottam derisihor
Previous Post

નવાગામ (ચિરોડા)ની સીમમાંથી ૩૩૮ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

Next Post

બિરસા મુંડાની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલે વિશાળ સ્કુટર રેલી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બિરસા મુંડાની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલે વિશાળ સ્કુટર રેલી

બિરસા મુંડાની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલે વિશાળ સ્કુટર રેલી

‘પાસ’ નું આપ અને ભાજપમાં વિલનીકરણ ! : કન્વિનર સહિત ૪૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા

‘પાસ' નું આપ અને ભાજપમાં વિલનીકરણ ! : કન્વિનર સહિત ૪૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.