Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વિશ્વની વસ્તી આજે 8 અબજને પાર

2023માં ભારત ચીનને પછાડી બનશે વસ્તીમાં નંબર વન

aaspassdaily by aaspassdaily
2022-11-15 11:01:24
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વની વસ્તી તેના રેકોર્ડ સ્તરે પહોંચી જવાના આરે છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મંગળવારે વિશ્વની વસ્તી આઠ અબજ સુધી પહોંચી જશે .ધરતી પર 2030 સુધી વસ્તીનો આ આંકડો વધીને 850 કરોડ, 2050 થી 970 કરોડ અને 2100 થી 1040 કરોડ થવાનો અંદાજ છે. યુએનના રિપોર્ટમાં માનવીની સરેરાશ ઉંમર વિશે દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં તે 72.8 વર્ષ છે, જે 1990ની સરખામણીમાં 2019 સુધી નવ વર્ષનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે 2050 સુધીમાં માનવીની સરેરાશ ઉંમર 77.2 વર્ષ સુધી પહોંચવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ પુરૂષો કરતા સરેરાશ 5.4 વર્ષ વધુ જીવે છે. મહિલાઓની સરેરાશ ઉંમર 73.4 વર્ષ અને પુરુષોની સરેરાશ ઉંમર 68.4 વર્ષ હોવાનો અંદાજ છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ આ વાર્ષિક વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક વસ્તી 1950 પછી સૌથી ધીમી ગતિએ વધી રહી છે, જે 2020માં ઘટીને એક ટકાથી પણ ઓછી થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક વસ્તી 7 થી વધીને 8 અબજ થવામાં 12 વર્ષ લાગ્યા છે, જ્યારે 2037 સુધીમાં તે 9 અબજ સુધી પહોંચી જશે.
વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં, ભારત આ વર્ષે ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2023 સુધીમાં ભારત ચીનને પછાડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. તે જ સમયે, રિપોર્ટમાં વિશ્વની વસ્તી 2080 ની આસપાસ 1040 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
વાર્ષિક વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી 27 વર્ષમાં વિશ્વની અડધી વસ્તી 8 દેશોમાં રહેતી હશે. મતલબ કે આ આઠ દેશોની વસ્તી વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં ભારત, પાકિસ્તાન, કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, નાઇજીરિયા, ફિલિપાઇન્સ અને તાન્ઝાનિયામાં વિશ્વની 50 ટકા વસ્તી હશે. આનો અર્થ એ થયો કે આ આઠ દેશો આગામી કેટલાક વર્ષોમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવનાર છે.

Tags: 800 crorepopulation todayworld
Previous Post

ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર મેદાને: ભાજપની ચોથી યાદી જાહેર

Next Post

મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થતા 8 લોકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થતા 8 લોકોના મોત

મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થતા 8 લોકોના મોત

ગઢડા વિધાનસભાની બેઠક પર નિશ્ચિત મનાતો ત્રિપાંખિયો જંગ 

ગઢડા વિધાનસભાની બેઠક પર નિશ્ચિત મનાતો ત્રિપાંખિયો જંગ 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.