આતંકવાદના ફંડીંગના નિવારણની રીતો પર ચર્ચા માટે દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય મંત્રીસ્તરિય સંમેલનમાં 75 દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિ ભાગ લેશે. ગૃહમંત્રાલય 18-19 નવેમ્બરે આતંકવાદ માટે કોઈ ધન નહીં: આતંકવાદના ફંડીંગના નિવારણ માટે મંત્રીઓના સંમેલનની મેજબાની કરશે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતા ભાગ લેશે.
આ સંમેલન મુખ્ય રીતે ટેરર ફંડિંગ, આતંકવાદ માટે ધનની ઔપચારિક તથા અનૌપચારિક સ્ત્રોત, મતલબ હવાલા અથવા હુંડી નેટવર્ક માટે ઉપયોગના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત નવી ટેકનિકની મદદથી કેવી રીતે આતંકવાદને ફંડી થઈ રહ્યું છે અને તેને રોકવા માટે જે મુશ્કેલીઓ આવી રહી છે, તેના પર પણ ચર્ચા થશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગત અઠવાડીયે કહ્યુ હતું કે, મોદી સરકાર આતંકવાદને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાની નીતિ પર કામ કરી રહી છે. તેના વિરુદ્ધ ભારતની લડાઈમાં તેના સંકલ્પથી આંતરરાષ્ટ્રીય સમુદાયને અવગત કરાવશે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંમેલનનો ઉદ્દેશ્ય પેરિસ (2018) અને મેલબર્ન (2019)માં થયેલા પાછલા બે આતંકવાદના નાણાકીય પોષણને ટક્કર આપવાના વિષય પર આંતરરાષ્ટ્રીય સમુદાયની વચ્ચે થયેલી ચર્ચાને આગળ લઈ જવાનું છે.