ગત તા. ૨૪-૦૮-૨૦૨૨ ના રોજ ભાદ્રોડ ગામના દિનેશભાઇ ઉર્ફે દિનભાઇ દુદાભાઇ પરમાર વન્યજીવ ચંદન ઘોનો શિકાર કરી ખોરાક માટે જીવતી લઇ જતા હતા તેવી બાતમી મળતા તપાસ કરતા આરોપી ત્યાંથી નાસી છુટેલ. બાદ અત્રેથી મહુવા વન્યજીવ રેન્જ ગુન્હા નં. ૦૪/૨૦૨૨, તા. ૨૪/૦૮/૨૦૨૨ થી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (સુધારા અધિનિયમ ૨૦૦૨) ની કલમો ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલ.
આ ગુન્હામાં અવાર નવાર આરોપીને પકડવા માટે ફેરણા કરતા તા. ૨૩-૧૧-૨૦૨૨ ના રોજ ઓથા થી મહુવા આવવાના રસ્તા પર ભાદ્રોડ ગામ નજીક શંકાસ્પદ ઇસમને તેનું નામ ઠામ પુછતા તેનું નામ દિનેશભાઇ ઉર્ફે દિનભાઇ દુદાભાઇ પરમાર (રહે. ભાદ્રોડ મફતપરા વિસ્તાર) હોવાનું જણાવતા તેઓની અટક કરી ન્યાયીક કાર્યવાહી માટે મહુવાના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરતા ન્યાયીક કાર્યવાહી ચાલેલ અને આરોપીના વકીલ દ્વારા આરોપીઓ તરફે જામીન અરજી મુકવામાં આવતા સદર જામીન અરજી કોર્ટે દ્વારા ના મંજુર કરી અને આરોપીને જીલ્લા જેલ હવાલે કરતા આરોપી તથા જેલ વોરંટ કોર્ટ પાસેથી સંભાળી આરોપીને તા.૨૪-૧૧-૨૦૨૨ ના રોજ ભાવનગર જીલ્લા જેલ હવાલે કરેલ છે.
તપાસની કામગીરી કે. યુ. ખાંભલા, (ઇ.ચા) રેન્જ ફોરેસ્ટ ઓફીસર અને વાઇલ્ડ લાઇફ વોર્ડન મહુવા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. કડક કાર્યવાહીથી પર્યાવરણપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળેલ.
ઉપરોકત ગુન્હામાં ઓછામાં ઓછી ૩ વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષ ની સજાની જોગવાઇ તથા રુ.૧૦૦૦૦/- ના દંડની પણ જોગવાઇ છે.