વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે ઇÂન્ડયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર શહેરમાં ચિત્ર સ્પર્ધા, જાહેર સ્થળો પર પ્રદર્શન, પત્રિકા વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા તેમજ અલંગ રેડક્રોસ વિભાગમાં ડોક્ટરોના વક્તવ્ય, પત્રિકા વિતરણ, સ્કીલ સેન્ટરના બાળકોની રેલી, બહેનો સાથે મીટીંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ આઠથી વધારે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખાસ અલગમાં કામ કરતા કામદારોને પણ એચઆઈવી એડ્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સ્વયંસેવકો તેમજ ટીમ મેમ્બર જાડાયા હતા.