Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગૂગલના સી.ઇ.ઓ.પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત

aaspassdaily by aaspassdaily
2022-12-03 12:05:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. સંધુએ ટ્વીટર પર કહ્યું કે, સાન ફ્રાન્સિસ્કોમાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સમ્માનિત કરીને આનંદ થયો. સુંદરની મદુરાઈથી માઉન્ટેન વ્યૂ સુધીની પ્રેરણાદાયી યાત્રા ભારત-યુએસના આર્થિક અને ટેક્નોલોજી સંબંધોને મજબૂત બનાવે છે અને ભારતીય પ્રતિભાને પુનઃ સમર્થન આપે છે.
યુ.એસ.માં ભારતીય રાજદૂત તરફથી પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ સુંદર પિચાઈએ તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, તેઓ ભારતીય રાજદૂત સંધુને તેમને હોસ્ટ કરવા અને તેમને પદ્મ ભૂષણ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માંગે છે. આ માટે તેઓ ભારત સરકાર અને ભારતના લોકોના ખૂબ આભારી છે અને તેમના પ્રત્યે અપાર આદર વ્યક્ત કરે છે. સુંદર પિચાઈએ કહ્યું કે, ભારત તેમનો એક ભાગ છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેને પોતાની સાથે લઈ જાય છે.

તેમણે તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, તેઓ ભાગ્યશાળી છે કે તેઓ એવા પરિવારમાં ઉછર્યા છે જયાં શીખ્યા અને જ્ઞાન મેળવ્યું. તેમણે કહ્યું કે તેના માતા-પિતાએ તે સુનિશ્ચિત કરવા માટે ઘણું બલિદાન આપ્યું કે તેમને (સુંદર પિચાઈ)ને તેની રુચિઓ શોધવાની તકો મળી.

પુરસ્કાર સ્વીકારતા 50 વર્ષીય પિચાઈએ જણાવ્યું હતું કે, ટેકનિકલ પરિવર્તનની ઝડપી ગતિના સાક્ષી બનવા માટે વર્ષોથી ઘણી વખત ભારત પરત ફરવું અદ્ભુત રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં ડિજિટલ પેમેન્ટથી લઈને વોઈસ ટેક્નોલોજી સુધીના ફેરફારોથી સમગ્ર વિશ્વમાં લોકોને ફાયદો થઈ રહ્યો છે.

સુંદર પિચાઈએ કહ્યું કે, વડાપ્રધાન મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન ચોક્કસપણે તે પ્રગતિમાં એક સીમાચિહ્નરૂપ છે અને મને ગર્વ છે કે, ગૂગલે ભારતને બહેતર બનાવવા માટે બે પરિવર્તનકારી દાયકાઓમાં સરકારો, વ્યવસાયો અને સમુદાયો સાથે ભાગીદારી કરી છે. રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. દરેક નવી ટેક્નોલોજી જે આપણા ઘર સુધી પહોંચે છે તેણે આપણું જીવન સારું બનાવ્યું છે અને તે અનુભવે મને ટેક્નોલોજી બનાવવામાં મદદ કરવાની તક આપી છે જે ગૂગલ અને વિશ્વભરના લોકોનું જીવન સુધારે છે.

 

Tags: padhmabhushanSundar PichaiUSA
Previous Post

હિન્દૂ મહાસભાની શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠની માંગણી : મથુરામાં કલમ ૧૪૪ લાગુ

Next Post

મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી નહિ રમી શકે

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી નહિ રમી શકે

મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી નહિ રમી શકે

૧૦થી વધુ વિકલાંગતા માટે પ્રશસ્ય કામગીરી કરી રહી છે ભાવનગરની પીએનઆર સોસાયટી

૧૦થી વધુ વિકલાંગતા માટે પ્રશસ્ય કામગીરી કરી રહી છે ભાવનગરની પીએનઆર સોસાયટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.