Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિજય દિવસઃ જાણો કેવી રીતે આજના દિવસે ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને ભણાવ્યો હતો પાઠ

પાકિસ્તાનની એક મોટી સેનાને આપણા મુઠ્ઠીભર સૈનિકોએ હાડકા ખોખરા કરી નાખ્યા હતાં

aaspassdaily by aaspassdaily
2022-12-16 11:21:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે સમગ્ર દેશ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. વર્ષ 1971માં આજના દિવસે જ ભારતને પછાડવા માટે આવી પહોંચેલી પાકિસ્તાનની એક મોટી સેનાને આપણા મુઠ્ઠીભર સૈનિકોએ હાડકાખોખરા કરી નાખ્યા હતાં. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનને પણ આઝાદી મળી હતી જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. આ યુદ્ધ બાદ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ એ કે નિયાજીએ પોતાની સેનાના લગભગ 93000 સૈનિકો સહિત ભારતીય સેના સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક અને દરેક દેશવાસીના મનમાં ઉમંગ પેદા કરનારું સાબિત થયું.

આ વિજય દિવસ પર આપણે જાણીએ કે ભારતે કેવી રીતે આ યુદ્ધ જીત્યું હતું.  તે સમયે બાંગ્લાદેશનું કોઈ અસ્તિત્વ ન હતું. પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયેલું હતું. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. 3 ડિસેમ્બર, 1970ના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ થઈ. પૂર્વ પાકિસ્તાનની રાજનીતિક પાર્ટી અવામી લિંગે 69માંથી 167 બેઠકો જીતી અને આ રીતે 313 સભ્યોવાળી પાકિસ્તાનની સંસદ મજલિસ એ શૂરામાં પણ બહુમત મેળવ્યું. અવામી લીગના નેતા શેખ મુજીબ ઉર રહેમાને સરાકર બનાવવા માટે રજુઆત કરી હતી જે પીપીપીના નેતા ઝુલ્ફિકાર અલી ભૂટ્ટોએ સ્વીકારી નહતી. યાહિયા ખાનેપૂર્વી પાકિસ્તાનમાં વિદ્રોહીઓને કચડી નાખવા માટે પશ્ચિમ પાકિસ્તાનના પ્રમુખ સેનાપતિને આદેશ જારી કર્યાં.
પાકિસ્તાની સેનાએ 25 માર્ચ 1971ના રોજ ઢાકા અને આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી દીધી. પાકિસ્તાને તેને ઓપરેશન સર્ચ લાઈટ નામ આપ્યું. આ ઓપરેશનમાં પૂર્વ પાકિસ્તાનમાં ખુબ હિંસા થઈ. બાંગ્લાદેશ સરકારના જણાવ્યાં મુજબ આ દરમિયાન લગભગ 30 લાખ લોકો માર્યા ગયાં. જો કે પાકિસ્તાન સરકાર તરફથી ગઠિત કરવામાં આવેલા હમદૂર રહેમાન આયોગે આ દરમિયાન ફક્ત 26000 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.

1971ના યુદ્ધની રણનીતિ બનાવવા માટે 3 ભારતીય ઓફિસરોની હતી ભૂમિકા


1971ના યુદ્ધની રણનીતિ માટે સામ માણેકશા, જનરલ જગજીત સિંહ અરોરા, જનરલ જેએફઆર જેકોબની મહત્વની ભૂમિકા હતી. મેજર જનરલ જેકોબે 1971ના યુદ્ધની વોર ઓફ મૂવમેંટની રણનીતિ બનાવી હતી. જે અંતર્ગત ભારતીય સેનાને પાકિસ્તાની સેનાના કબજા વાળા શહેરોને છોડીને વૈકલ્પિક રસ્તેથી મોકલવામાં આવી હતી. જેકોબને ભારત જ નહીં બાંગ્લાદેશમાં પણ અનેક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. 16 ડિસેમ્બર 1971ના રોજ ફિલ્ડ માર્શલ માણેકશાએ લેફ્ટનન્ટ જનરલ જેકોબને ઢાકા જવા અને પાકિસ્તાનને આત્મ સમર્પણ કરાવાની તૈયારી કરવાનો આદેશ આપ્યો.

આ એક તસવીરથી પાકિસ્તાન અકળાય છે


સેનાની વર્દીમાં બેઠેલા શીખ ઓફિસરની નજર ટેબલ પર રાખેલા દસ્તાવેજ પર છે, બાજુમાં બેઠેલા સૈન્ય અધિકારી તે દસ્તાવેજ પર કલમ ચલાવતા જોવા મળે છે. પાછળ ઊભેલા કેટલાક વર્દીધારીઓ કૂતુહલ ભરેલી નજરથી બધુ જોઈ રહ્યા છે. માહોલ જેટલો શાંત દેખાય છે એટલો છે નહીં. આ તસવીર એક ઐતિહાસિક તસવીર છે. જે 1971માં પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું તેનો પુરાવો છે. શીખ ઓફિસર ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ (પૂર્વ કમાન) લેફટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોડા છે. અને બાજુમાં પાકિસ્તાની સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ એ કે નિયાઝી છે. 16 ડિસેમ્બર 1971ના દિવસે જ પાકિસ્તાની સેનાએ ભારત આગળ ઘૂંટણિયા ટેક્યા હતા. ભારતે પાકિસ્તાનના બે ફાડિયા કર્યા હતા અને બાંગ્લાદેશ એક નવા દેશ તરીકે દુનિયાના નક્શા પર આવી ગયો. પાકિસ્તાન માટે આ માત્ર એક હાર નહતી પરંતુ ભારતે તેનું ઘમંડ પણ ચૂરચૂર કર્યું હતું. કાશ્મીર મેળવવાના સપના જોતું પાકિસ્તાન પોતાની ભૂગોળમાં ઘટી ગયું હતું. જ્યારે પણ બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ સંલગ્ન કોઈ અવસર આવે છે ત્યારે ભારત આ તસવીર દ્વારા પાકિસ્તાનની દુખતી નસ દબાવે છે.

સેના પ્રમુખની ઓફિસમાં ટાંગેલી છે આ તસવીર


આ તસવીરનું શું મહત્વ છે તેનો અંદાજો તમે એ વાતથી પણ લગાવી શકો કે નવી દિલ્હીમાં આવેલા ભારતીય સેના પ્રમુખના કાર્યાલયમાં પણ આ ઐતિહાસિક તસવીરે ટાંગેલી છે. આ વર્ષે સાઉદીના આર્મી ચીફ અને તત્કાલીન ભારતીય સેના પ્રમુખ જનરલ નવવણેની મુલાકાત થઈ હતી ત્યારે પાછળ આ તસવીર પાછળ જોવા મળી હતી જે પાકિસ્તાનમાં ખુબ વાયરલ થઈ ગઈ હતી. જે રૂમમાં બંને અધિકારીઓ મળ્યા હતા તેની પાછળ જ આ તસવીર જોવા મળી રહી હતી. પાકિસ્તાનીઓ ભડક્યા પણ હતા.

Tags: 1971 vijay divasindia
Previous Post

નકલી એન્કાઉંટર કેસમાં 43 પોલીસકર્મીઓને 7 વર્ષની સજા

Next Post

પૂર્વ ભારતીય ક્રિકેટરનું બેંક એકાઉન્ટ જપ્ત કરીને 52 લાખની વસૂલાત

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post

પૂર્વ ભારતીય ક્રિકેટરનું બેંક એકાઉન્ટ જપ્ત કરીને 52 લાખની વસૂલાત

ભાવનગરથી સોસિયા- અલંગ, ત્રાપજથી મણાર રોડનો પીએમ ગતિ શકિત યોજનામાં સમાવેશ

ભાવનગરથી સોસિયા- અલંગ, ત્રાપજથી મણાર રોડનો પીએમ ગતિ શકિત યોજનામાં સમાવેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.