આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ અંગે મેસીના વિચારો બદલાઈ ગયા છે. તેણે કહ્યું કે, “હું આ ટ્રોફી આર્જેન્ટિનાને લઈ જવા માગુ છું અને બીજા બધા સાથે તેનો આનંદ માણવા માગુ છું. હું અત્યારે વર્લ્ડ ચેમ્પિયન તરીકે રમવા માગુ છું.
ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામેની ફાઈનલ મેચમાં મેસ્સીએ એ સાબિત કર્યું કે કેમ તે દુનિયાભરમાં સૌથી શ્રેષ્ઠ ફૂટબોલ પ્લેયર ગણાય છે. પોતાની સુજબુજથી મેસ્સી ટીમ સાથે મળીને ટીમને વિશ્વ વિજેતા બનાવી. જો કે, જીત બાદ મેસ્સીએ ચાહકોને વધુ એક ખુશખબર આપી. ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની જીત બાદ બેલોન ડી’ઓર વિજેતા લિયોનેલ મેસ્સીએ ફરીથી નિવૃત્તિ અંગેનો પોતાનો વિચાર બદલી નાખ્યો છે. મેસ્સીએ કહ્યું કે, તે હજુ પણ વિશ્વ ચેમ્પિયન તરીકે થોડી વધુ મેચ રમવા માગે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મેસ્સીએ કહ્યું હતું કે કતારમાં આ ટૂર્નામેન્ટ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે અને આ ફાઈનલ તેના ઇન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ હશે.