ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત સાથે ફરી સત્તામાં આવી છે, ત્યારે આજે મળેલા વિધાનસભાના એક દિવસીય શિયાળુ સત્ર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. CMએ શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે જ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, લોકશાહીની સેવા કરવાનું કામ છે. સંવિધાનિક સંસ્થાને વધુ મજબૂત કરવાની તક છે.