Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં વધુ કેટલાક માલિકીના પશુઓ રસ્તે રખડતા મળ્યા, સાંજ સુધીમાં થશે પોલીસ કાર્યવાહી

પિરછલ્લામાં થતી રાત્રિ સફાઇમાં અસંતોષ જણાતા સુપરવાઇઝરને નોટિસ આપવા આપી સુચના, મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસે શટર બંધ રાખી રઝકાનું થતુ વેચાણ કમિશનરે ડમી ગ્રાહક મોકલીને પકડી પાડ્યું

aaspassdaily by aaspassdaily
2022-12-29 16:50:22
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં પરોઢીયે રાઉન્ડ લઇ શહેરમાં રખડતા ઢોર, સ્વચ્છતાનો અભાવ સહિતની કામગીરી અસરકારક બનાવવા મ્યુ. કમિશનરે શરૂ કરેલો સીલસીલો આજે પણ આગળ ધપ્યો હતો જેમાં મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસેથી એક બંધ કેબીનમાં રાખીને વેચાતો રઝકાનો જથ્થો કમિશનરે ડમી ગ્રાહક મોકલીને કારસ્તાન પકડી પાડ્યું હતું તો માલિકીના કેટલાક ઢોરો પણ રસ્તે રખડતા મળી આવતા આ કિસ્સામાં પોલીસ ફરિયાદ માટે આગળ વધવા સબંધિત અધિકારીને સુચના આપી હતી.
મ્યુ. કમિશનરે આજે તખ્તેશ્વર વોર્ડના કાળુભા, સર ટી. હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં રાઉન્ડ લીધો હતો. આ ઉપરાંત શહેરના પિરછલ્લા વિસ્તારમાં પણ રાઉન્ડ લેતા રાત્રિ દરમિયાન થતી સફાઇની કામગીરીમાં અસંતોષ જણાયો હતો આથી સુપરવાઇઝરને નોટિસ આપવા સોલીડ વેસ્ટ ઇજનેરને સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રઝકા ડ્રાઇવ સંદર્ભે મ્યુ. કમિશનરે શહેરમાં તપાસ આગળ ધપાવતા મંત્રેશ કોમ્પ્લેક્ષ નજીક એક કેબીનમાં શટર બંધ રાખીને ખાનગીમાં રઝકો રાખી તેનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવ્યું હતું આથી કમિશનરે ડ્રાઇવરને ડમી ગ્રાહક તરીકે મોકલી આ કારસ્તાન પકડી પાડી સ્ટાફને બોલાવી રઝકો જપ્ત લેવડાવી કાર્યવાહી કરાવી હતી. જ્યારે રાઉન્ડ દરમિયાન માલિકીના પશુઓ રસ્તે રખડતી હાલતે આજે પણ મળી આવતા તેના ફોટા પાડી લઇ ટેગીંગના આધારે પશુપાલકોની ઓળખ મેળવી તેની સામે પોલીસ એફ.આઇ.આર. કરવા સુચના આપી હતી. આમ, સાંજ સુધીમાં વધુ કેટલાક પશુપાલકો સામે જાહેર સેવકના જાહેરનામાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી થઇ શકે છે. કમિશનરની સાથે આજે સિટી એન્જિનીયર ચુડાસમા, ડે.કમિશનર અડવાણી તથા વેટરનરી ઓફીસર હિરપરા પણ જાેડાયા હતાં.

ફરિયાદની રાહ ન જાેવો, નૈતિક્તાના ધોરણે કામગીરી શરૂ કરી દયો: કમિશનરે ક્લાસ લીધા
ભાવનગરમાં મ્યુ. કમિશનર ઉપાધ્યાય લગભગ સાતેક દિવસથી જાતે રાઉન્ડમાં નીકળી પડે છે અને રખડતા પશુ તથા સ્વચ્છતાના અભાવ મામલે સક્રિય કામગીરી કરાવી રહ્યા છે. આ ઉપરાંત તેમને ઉભરાતી ગટરો, તુટેલા રોડ, બગીચાની જાળવણીનો અભાવ સહિતની બાબતો પણ નજરે ચડતા ગત સાંજે સબંધિત વિભાગના ખાતા અધિકારીઓને બોલાવીને કમિશનરે ખખડાવ્યા હતા અને શહેરમાં મને ગંદકી સહિતના પ્રશ્નો દેખાય છે તો તમને કેમ દેખાતા નથી તેમ કહી લોકોની ફરિયાદ આવવાની રાહ જાેયા વગર નૈતિકતાના ધોરણે કામગીરી શરૂ કરી દેવા તાકીદ કરી હતી અન્યથા સસ્પેન્ડ સહિતની કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.

Tags: bhavnagarDhor kamgiri
Previous Post

વલભીપુરના યુવાનનો ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ : વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

Next Post

વાળુકડની વાડીમાંથી દારૂની ૧૮ પેટી ઝડપાઇ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વાળુકડની વાડીમાંથી દારૂની ૧૮ પેટી ઝડપાઇ

વાળુકડની વાડીમાંથી દારૂની ૧૮ પેટી ઝડપાઇ

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

મોરારીબાપૂએ હીરાબાના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થવાની પ્રાર્થના કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.