Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

2023માં ક્રિકેટ વિશ્વકપથી લઈને 9 રાજ્યોમાં ચૂંટણી

જાન્યુઆરીમાં ઈવેન્ટ્સનો સિલસિલો શરૂ થઈ જશે. ભારતનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે પેક છે. ભારતમાં આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી થશે

aaspassdaily by aaspassdaily
2023-01-02 11:38:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષે ચૂંટણીથી લઈને ક્રિકેટ વિશ્વકપ અને આંતરરાષ્ટ્રીય જગતમાં તમામ ઇવેન્ટ્સ છે. જાન્યુઆરીમાં જ ઇવેન્ટ્સનો સિલસિલો શરૂ થઈ જશે. ભારતનો કાર્યક્રમ પણ સંપૂર્ણ રીતે પેક છે. ભારતના નવ રાજ્યોમાં ચૂંટણી આ વર્ષે થવાની છે.

જાન્યુઆરી: જાન્યુઆરીના અંતમાં ઈલેક્ટોરલ બોન્ડને પડકારતી અરજીઓ પર સુનાવણી થશે. શું મતદારોને એ જાણવાનો અધિકાર નથી કે પક્ષોને કોણ ફંડ આપે છે?મેન્સ હોકી વર્લ્ડ કપ ઓડિશામાં 13 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે. ભારત અત્યારે છઠ્ઠા નંબર પર છે. છેલ્લે વર્લ્ડ કપમાં ભારત ક્વાર્ટર ફાઇનલમાં બહાર થયું હતું.
ફેબ્રુઆરી: ફેબ્રુઆરીમાં ઉત્તર પૂર્વના મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરામાં ચૂંટણી યોજાઈ શકે છે. નાગાલેન્ડના સીએમ નેફિયુ રિયોની એનડીપીપી ભાજપની સહયોગી પાર્ટી છે.વધતી જતી મોંઘવારી અને વિશ્વવ્યાપી આર્થિક મંદી વચ્ચે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.ICC મહિલા T20 વર્લ્ડ કપ 10 થી 26 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રમાશે. ભારતીય મહિલા ટીમ 2020 કરતા વધુ સારું પ્રદર્શન કરીને પ્રથમ વખત ભારત મહિલા વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે.

માર્ચ: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસ ફરી શરૂ થશે. જ્યાં ડેમોક્રેટ્સને આશા છે કે જો બાઇડેન બીજી ટર્મ માટે દાવો કરશે. તે જ સમયે, રિપબ્લિકન માટે ઘણા દાવેદારો છે, જેમાં એક મોટું નામ ડોનાલ્ડ ટ્રમ્પનું છે. આ સિવાય રોન ડેસેન્ટિસ, માઈક પેન્સ અને નિક્કી હેલી પણ રેસમાં સામેલ થઈ શકે છે. એપ્રિલ: એપ્રિલમાં ભારતની નવી સંસદની બિલ્ડિંગ ખુલી શકે છે.

મે: મે મહિનામાં કર્ણાટકમાં ચૂંટણી થવાની છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. તો બીજીતરફ જેડીએસ પણ મેદાનમાં છે. કોંગ્રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સંગ્રામ ચાલી રહ્યો છે. 20-28 મે વચ્ચે ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમાશે. જૂન: જૂનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લંડનના ઓવલમાં રમાશે. ભારત ચંદ્રયાન- 3 લોન્ચ કરી શકે છે.
જુલાઈ: FIFA મહિલા વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં 20 જુલાઈથી 20 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ સિઝનમાં આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારો મોરોક્કો પહેલો આરબ દેશ છે. ઓગસ્ટ: ઓગસ્ટમાં રાજ્યસભાની 9 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં 3 સીટો ગુજરાતની અને 6 સીટો બંગાળની છે. ગુજરાતમાં ભાજપ પોતાની ત્રણેય બેઠકો પાછી મેળવી શકે છે. જ્યારે ટીએમસીને બંગાળમાં 4 બેઠકો મળી શકે છે. ભારત સરકાર સંસદના મોનસૂન સત્રમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ એન્ડ ટેલીકમ્યુનિકેશન બિલ લાવી શકે છે.
સપ્ટેમ્બર: 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર વચ્ચે એશિયન ગેમ્સ ચીનમાં રમાશે. નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે જી-20 સમીટ યોજાશે. ભારત આ વખતે જી-20નું અધ્યક્ષ છે. ઓક્ટોબર: ICC મેન્સ વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. દરેક વ્યક્તિ ઈચ્છશે કે ટીમ ઈન્ડિયા 2011ના કરિશ્માનું પુનરાવર્તન કરે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. આવામાં તમામની નજર તેના પર રહેશે કે ઈમરાન ખાન સત્તામાં પરત ફરશે કે શાહબાઝ પીએમ રહેશે. નવેમ્બર: મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી થઈ શકે છે. ભાજપની સામે મધ્ય પ્રદેશમાં સત્તા બચાવવાનો પડકાર છે તો છત્તીસગઢમાં પાર્ટી સત્તામાં પરત ફરવાનો પ્રયાસ કરશે. ડિસેમ્બર: ડિસેમ્બરમાં રાજસ્થાનમાં ચૂંટણી થશે. હવે તે જોવાનું રહેશે કે અશોક ગેહલોત સત્તામાં રહશે કે ભાજપ વાપસી કરશે.

Tags: 2023india
Previous Post

અમદાવાદ: ઘરમાં આગ લાગતા ત્રણ લોકોનાં મોત

Next Post

‘સરકાર 3 મુદ્દાનું જ સમાધાન લાવ્યા, પણ હજુ 16 મુદ્દા સ્વીકાર્યા નથી- રત્નસુંદરસૂરિજી

aaspassdaily

aaspassdaily

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
‘સરકાર 3 મુદ્દાનું જ સમાધાન લાવ્યા, પણ હજુ 16 મુદ્દા સ્વીકાર્યા નથી- રત્નસુંદરસૂરિજી

'સરકાર 3 મુદ્દાનું જ સમાધાન લાવ્યા, પણ હજુ 16 મુદ્દા સ્વીકાર્યા નથી- રત્નસુંદરસૂરિજી

કેનેડામાં હવે વિદેશીઓ નહીં ખરીદી શકે ઘર

કેનેડામાં હવે વિદેશીઓ નહીં ખરીદી શકે ઘર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.