ઓસ્ટ્રિયાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે વિયેનામાં મીડિયાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ મુલાકાતમાં, આતંકવાદના મુદ્દા પર ચર્ચા કરતી વખતે, વિદેશ મંત્રી (ઇએએમ) એ પાકિસ્તાન અને ચીન પર કટાક્ષ કર્યો. આ મુલાકાતમાં એસ જયશંકરે યુરોપને અહેસાસ કરાવ્યો હતો કે આતંકવાદ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા છે.
ઈન્ટરવ્યુ દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઘણી વખત પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્રબિંદુ ગણાવ્યું, તો એન્કરે વાંધો ઉઠાવ્યો કે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ન કહી શકાય, તો જયશંકરે જવાબ આપ્યો, ‘આ પહેલી વાર નથી થયું, હા, આજે પણ મેં એ જ કહ્યું છે જે હું પહેલાથી કહેતો આવ્યો છું. મેં પાકિસ્તાન શબ્દનો ઉપયોગ પણ નથી કર્યો, કારણ કે તમે રાજદ્વારી છો એનો અર્થ એ નથી કે તમે સાચું બોલશો નહીં. હું વધુ કડક શબ્દનો ઉપયોગ કરી શક્યો હોત. ભારત સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે કેન્દ્રબિંદુ બહુ નાનો શબ્દ છે.તેમણે વધુમાં કહ્યું કે, મુંબઈમાં હુમલા કરીને અમારી સંસદ પર પણ પાકિસ્તાને હુમલો કર્યો હતો.
ઈન્ટરવ્યુ દરમિયાન એન્કરે એસ. જયશંકરને પૂછ્યું કે શું યુરોપને ભારત-પાકિસ્તાન યુદ્ધની ચિંતા થવી જોઈએ? તેના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘આખા વિશ્વને આતંકવાદને લઈને ચિંતા કરવાની જરૂર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય આનાથી બેધ્યાન છે. વિશ્વના ઘણા દેશો માને છે કે આતંકવાદ તેમની સમસ્યા નથી કારણ કે તે તેમના દેશમાં નહીં પણ અન્ય દેશોમાં થઈ રહ્યો છે. મને લાગે છે કે આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરવા માટે આખી દુનિયાએ એક થવું જોઈએ, આ સૌથી મહત્વની બાબત છે.આ પહેલા પોતાના ઓસ્ટ્રિયન સમકક્ષ સાથે વાત કરતા જયશંકરે કહ્યું હતું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો છે.
પહેલા સમજૂતી બાદ સરહદ પર સૈનિકો કોણે મોકલ્યા?
આ સાથે જ ચીન પર પ્રહાર કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન સાથેના સરહદી વિસ્તારોમાં ઘણી જગ્યાએ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી કે કેટલીક જગ્યાએ અમે બંને દેશો તરફથી સેના તૈનાત નહીં કરીએ. ચીને તે કરારોનું પાલન કર્યું નથી. જેના કારણે બંને દેશો વચ્ચે તંગદિલી સર્જાઈ છે. બંને દેશો વચ્ચે એકપક્ષીય રીતે સીમા રેખા ન બદલવાનો કરાર થયો હતો પરંતુ ચીને આ કરારનું ઉલ્લંઘન કર્યું હતું. અમારી પાસે સેટેલાઇટ તસવીરો છે જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ભૂતકાળમાં કોણે સરહદનું ઉલ્લંઘન કર્યું છે. પહેલા સમજૂતી બાદ સરહદ પર સૈનિકો કોણે મોકલ્યા?