ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ઓઇલ એન્જિન બનાવવાનો કારોબાર ઝડપી લઇ બોર તળાવ પોલીસ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ નજીક ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવવાનો કારોબાર ધમધમતો હોવાની બાતમીના આધારે બોરતળાવ પોલીસે દરોડો પાડી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ એન્જીન ઓઇલ લોકોને પધરાવી દેવાનો કારોબાર ઝડપી લીધો હતો.

બોરતળાવ પોલીસે કેસ્ટ્રોલ, સર્વો સહિતની બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકરો,ડુપ્લીકેટ ઓઇલ બનાવવાના સાધનો મળી રૂ.૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી મહંમદ શહેજાદઅલી નાયાણી રહે.ખોજાવાડને હસ્તગત કર્યો હતો.
બોરતળાવ પોલીસે આ કારીબારમાં કોણ કોણ સામેલ છે ? કેટલા સમયથી આ કારોબાર ચલાવતો હોવા સહિતની બાબતો અંગે ઝડપાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરી છે.





