જૈન તીર્થનગરી પાલીતાણા ખાતે ડોળી યુનિયનના પ્રમુખ વિરુદ્ધ અગાઉ ગેરકાયદેરીતે નાણાં ઉઘરાવવા મામલે થયેલી પોલીસ ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.યુનિયનનો પ્રમુખ અને તેનો ભાઈ ડોળીવાળાઓને ધમકાવી ફરજીયાત એક ડોળીના ફેરા દીઠ રૂ.૧૦૦ નું ઉઘરાણું કરી ડોળીવાળાઓને ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઇ છે.
પાલિતણામાં આવેલ શેત્રુંજય પર્વત ઉપર યાત્રિકોને લઈ જવા અને પરત લાવવા માટે ડોળીવાળાઓ કાર્યરત છે.છેલ્લા ૨૦ વર્ષથી ડોલી યુનિયન પણ બનાવવામાં અસવ્યું છે.આ યુનિયનના પ્રમુખ તરીકે શરૂઆતથી માનભાઈ ભોપાભાઈ રાઠોડ હોય, મનાભાઈ અને તેનો ભાઈ લાલાભાઈ રાઠોડ ડોળીવાળાઓને ધમકાવીને ગેરકાયદેરીતે દરરોજ એક ડોળીવાળા પાસેથી ડોળીના રૂ.૧૦૦ મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કઢાવી લેતા હોય, ડોળીવાળા બાબુભાઇ ઇશાકભાઈ સમા, રાઘવભાઈ પોપટભાઈ બોળીયા, પ્રવીણભાઈ ઠાકરશીભાઈ ઠાકોર, રાણાભાઈ રામભાઈ ગઢવી,ભીખાભાઇ રામજીભાઈ મકવાણા, સુરેશભાઈ રામજીભાઈ કામ્બડ સાહિતનાએ ઉઘરણાનો હિસાબ માંગતા મનાભાઈ અને લાલાભાઈએ તમામને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે બાબુભાઇ સમાએ બન્ને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલીતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા પણ હિસાબ માંગવા ગયેલા ડોળીવાળાઓને આ બન્ને ભાઈઓએ ધમકી આપી હતી.બન્ને ભાઈઓના ત્રાસથી ડોળીવાળાઓ છેલ્લા ૨૦ વર્ષથી બીકના માર્યા રકમ હપ્તા આપતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.