અમેરિકામાં હાલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી શ્રેણી ચાલુ છે. એવોર્ડ સમારોહ કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ ખાતે આવેલા બેવર્લી હિલ્ટનમાં યોજાયો છે. રેડ કાર્પેટ પર આ વખતે ભારતમાથી પણ લોકો સામેલ થયા છે. ગોલ્ડ ગ્લોબ એવોર્ડ્સ જીવતવાની રેસમાં વિશ્વભરની ફિલ્મો ફિલ્મો સ્પર્ધા કરી રહી છે. જેમાં એસ.એસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ બાજી મારી લીધી છે.
એસ.એસ રાજામૌલીની ફિલ્મ RRRના ‘નાતુ નાતુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ ગીતનો એવોર્ડ મળ્યો છે. ભારતીય સિનેમા માટે પણ આ ગર્વની વાત છે. એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ વાસ્તવમાં બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેટ થઈ છે. તે નોન અંગ્રેજી ભાષા અને બેસ્ટ ઓરિજનલ સોન્ગ મોશન પિક્ચર માટે નોમિનેટ થઈ છે.
એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનું સોન્ગ ‘નાતુ નાતુ’ વર્ષ 2022ના હિટ ટ્રેક્સમાંનું એક છે. તેના તેલુગુ વર્ઝનને વેટરન મ્યુઝિક ડિરેક્ટર એમએમ કીરવાણી દ્વારા કંપોઝ કરવામાં આ્યું છે અને આ ગીતને કાલા ભૈરવા અને રાહુલ સિપ્લીગુંજ દ્વારા લખવામાં આવ્યું છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ લેવા માટે કીરાવાણી સ્ટેજ પર પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે, 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેશન્સની જાહેરાત 12 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી.
RRRની સાથે આ ફિલ્મોના ગીત પર રહ્યા રેસમાં
એસ.એસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાતુ નાતુ’ની સાથે જે ગીતો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ માટે નોમિનેટ થયા હતા, તેમાં ટેલર સ્વિફ્ટનું ગીત ‘કેરોલિના’, Guillermo del Toro’s Pinocchioનું ગીત ‘ciao papa’, ‘ટોપ ગન: મેવેરિક’નું ગીત ‘હોલ્ડ માય હેન્ડ’, લેડી ગાગા, બ્લડપૉપ અને બેન્જામિન રાઇસનું ગીત ‘લિફ્ટ મી અપ’ હતું જે ‘બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર’નું હતું.