ભાવનગર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ વાળુકડ લોકવિધાલય સંસ્થા ખાતે એસપીસીના વિદ્યાર્થીઓને ડ્રેસ કીટ વિતરણ કરવામાં આવેલ તેમજ હાજર રહેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવરનેસ, મહિલા સુરક્ષા બાબતે જાગૃતિ આવે તે હેતુથી સેમીનારનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર જે રહેવર, પોકો અજયભાઈ, ઉઁઝ્ર કાજલબેન તથા વાળુકડ સંસ્થાના સ્થાપક નાનુભાઈ શિરોયા તથા શિક્ષકગણ અને ૪૦૦ જેટલાં વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ વિગેરે હાજર રહેલ.