વરતેજ તાબેન બુધેલ ગામમાં રહેતા બે શખ્સને વરતેજ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૧૭ બોટલ સાથે ઝડપી લઇ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વરતેજ પોલીસ કાફલો પોલીસ મથકના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, બુધેલ ગામમાં રહેતો ધર્મેશ ઘનશ્યામભાઈ પરમાર અને તેનો મિત્ર અંકિત ઉર્ફે જીબર રણછોડભાઈ ગોહેલ બુધેલ ગામ નજીક બનતા નવા પુલ પાસેની આવાવરું જગ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરતા હોઈ, વરતેજ પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૧૭ બોટલ કિં. રૂ. ૫૬,૭૪૫ સાથે બુધેલના બંને ઈસમોને ઝડપી લીધા હતા.
વરતેજ પોલીસે બંને વિરુદ્ધ પ્રોહીબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.






