પાલીતાણાના શેત્રુંજી ડેમ નજીક આવેલ ઉત્તર બુનિયાદી શાળા પાસે બે મોટરસાઇકલ સામસામે અથડાતા ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં રહેતા આધેડને ગંભીર ઇજા થતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાવનગરના આંબાવાડી ચોક પાસે રહેતા ભરતભાઈ વલ્લભભાઈ શિયાળ (ઉં.વ.૫૨) ગત તા.૨૪/૧ ના રોજ તેમનું મોટરસાઈકલ લઈને પાલીતાણાના લાપાળિયા ગામ કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે પાલીતાણાના શેત્રુંજી પુલ અને ડેમ ચોકડી વચ્ચે આવેલ ઉત્તર બુનિયાદી શાળા સામે સામેથી આવી રહેલા અન્ય એક મોટરસાઇકલ નં. જી.જે.૦૪ ડી.આર.૮૨૬૦ સાથે અકસ્માત થતા ગંભીર રીતે ઘાયલ થયેલ ભરતભાઈને સારવાર અર્થે પ્રથમ પાલીતાણા અને ત્યાર બાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ભરતભાઈના નાના ભાઈ મનીષભાઈ શિયાળે મોટરસાઇકલના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલીતાણા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.