આજે મોટાભાગના બાળકોથી માંડી યુવાનો અને મહિલાઓમાં મોબાઇલનું વળગણ છે. ભૂતકાળમાં પણ મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે તેવામાં સુરતમાં મોબાઈલ આપઘાતનું કારણ બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કામરેજમાં 14 વર્ષની સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.
જાણવા મળતી વિગત અનુસાર કામરેજના પરબ ગામે 14 વર્ષની સગીરાએ માતા પાસે મોબાઈલ માંગ્યો અને માતાએ મોબાઈલ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ બાબતે સગીરાને માઠું લાગી આવતા તેણે રૂમમાં પંખા સાથે દુપટો બાંધી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મોબાઈલનું ન્યુસન બાળકોમાં વધી રહ્યું છે આજે મોબાઈલનું વ્યસન બની ગયું છે. આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોના વાલીઓએ પણ ચેતવુ જોઈએ.
ચોંકાવનારા તારણો બહાર આવ્યા
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરાયો હતો. જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.
82% બાળકોને મોબાઈલ જ ગમે છે. મોબાઈલ સિવાય બીજું કશું દેખાતું નથી.
93% બાળકોને મોબાઈલની સાથે મોબાઈલમા ગેમ્સ રમવી જ ગમે છે આઉટડોર ગેમ્સ બાળકોને પસંદ જ નથી અને મોટાભાગના બાળકોને આઉટડોર ગેમ્સ વિશે ખબર જ નથી.
78% બાળકોને મોબાઈલની સાથે જ જમવાની આદત છે.
82% બાળકો મોબાઈલની સાથે એકલતાનો ભોગ બની ગયા છે.
73% બાળકોને શાળાએ પણ મોબાઈલ યાદ આવે જાણે મોબાઈલ વિના રહી નથી શકતા.
77% બાળકો શાળાએથી ઘરે આવતાની સાથે ફ્રેશ થવાને બદલે મોબાઈલ જ પહેલો હાથમા લે છે.
64% બાળકો ઊંઘમાં પણ મોબાઈલનું રટણ રટે છે.
77% બાળકો મોબાઈલને કારણે સુવાની ટેવ મોડી થતી જોવા મળી.
89% બાળકો મોબાઈલને કારણે હોમવર્ક કરવામાં આળસ કરે છે.
83% બાળકોમાં મોબાઈલને કારણે આંખોની મુશ્કેલીઓ જોવા મળી.
67% બાળકોમાં મોબાઈલને કારણે બેહુદું વર્તન કરતા શીખી ગયા જોવા મળેલ છે.
બાળકોમાં મોબાઈલ વપરાશનો અતિરેક થાય ત્યારે શું થાય છે?
-હતાશા
-ચિંતા
– ધ્યાનની ખામી
– ઓટીઝમ
-બાયપોલર ડિસઓર્ડર
– અન્ય મનોવિકૃતિ થવાની સંભાવના
-શારીરિક વિકાસ ધીમો પડી જાય છે.
– સ્થૂળતામાં વધારો
– રોગો થવાની સંભાવના
– ઊંઘનો અભાવ
– ડિજિટલ સ્મૃતિ ભ્રંશ