જમ્મુ કાશ્મીરમાં પચાવી પડાયેલી સરકારી જમીનો પરથી દબાણ હટાવવા માટે બુલડોઝર ફેરવવની કામગીરી શરૂ કરાઈ તેની સામે ગુલામ નબી આઝાદે બાંયો ચડાવી છે. આઝાદે ધમકી આપી છે કે, આ બુલડોઝર બંધ કરો નહિતર વર્ષોથી બંધ થઈ ગયેલો પથ્થરમારો ફરી શરૂ થઈ શકે છે.
આઝાદનો દાવો છે કે, પોતાને નેતાઓ દ્વારા કરાયેલાં દબાણો હટાવાય તેની સામે વાંધો નથી પણ પોતે એવા નાના દુકાનદારો વિશે વાત કરી રહ્યા છે કે જેમની આજીવિકા દબાણો હટાવવાની ઝુંબેશથી છીનવાઈ શકે છે. થોડા મહિના પહેલાં કૉંગ્રેસથી અલગ થયેલા ગુલામ નબી આઝાદ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બનાવી છે. કાશ્મીરમા પોતાની મતબેંક ઉભી કરવા ધમકી આપી રહ્યા છે એ સ્પષ્ટ છે.
દબાણ હટાવવા માટે બુલડોઝર ફેરવવની કામગીરી સામે પીડીપી અને નેશનલ કોન્ફરન્સે પણ વિરોધ કર્યો છે અને દેખાવો કરી રહ્યા છે પણ આઝાદ જેવી ધમકી કોઈએ આપી નથી. મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે, બુલડોઝરનો ઉપયોગ કરીને કાશ્મીરને અફઘાનિસ્તાન બનાવવામાં આવી રહ્યું છે.